ETV Bharat / state

જામનગર વાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ત્રણ ફિલ્ટર પ્લાન કાર્યરત - પાણી

સૌરાષ્ટ્ર પંથકમાં સતત દુષ્કાળ પડવાના કારણે પાણીના તર સતત નીચા ગયા છે. તેમાં જામનગર જિલ્લામાં પાણી માટે રોજ બેડા યુદ્ધના દ્રશ્યો જોવા મળતા હતા. જોકે રાજ્ય સરકારે નર્મદા યોજના મારફતે સમગ્ર જામનગર જિલ્લામાં લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડયું છે.

jamnagar
jamnagar
author img

By

Published : Dec 25, 2020, 11:48 AM IST

  • જામનગર વાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ત્રણ ફિલ્ટર પ્લાન
  • નર્મદાના પાણી ફિલ્ટર પ્લાન્ટમાં નાખ્યા બાદ લોકોને આપવામાં આવે છે
  • ચામડી જન્ય રોગોમાં જોવા મળ્યો ઘટાડો

    જામનગરઃ સૌરાષ્ટ્ર પંથકમાં સતત દુષ્કાળ પડવાના કારણે પાણીના તર સતત નીચા ગયા છે. તેમાં જામનગર જિલ્લામાં પાણી માટે રોજ બેડા યુદ્ધના દ્રશ્યો જોવા મળતા હતા. જોકે રાજ્ય સરકારે નર્મદા યોજના મારફતે સમગ્ર જામનગર જિલ્લામાં લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડયું છે.

    નર્મદાના પાણી ફિલ્ટર પ્લાન્ટમાં નાખ્યા બાદ લોકોને આપવામાં આવે છે

    નર્મદાનું પાણી તો જામનગર શહેરમાં પહોંચ્યું પણ આ પાણી કેટલું શુદ્ધ છે તેના પર સવાલ ઉભો થયો હતો. જામનગર શહેર તેમજ જિલ્લામાં તમામ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જામનગર શહેરમાં ત્રણ ફિલ્ટર પ્લાન્ટ હાલ કાર્યરત છે.
    જામનગર વાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ત્રણ ફિલ્ટર પ્લાન કાર્યરત

    જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે કે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે જે માટે રાજ્ય સરકારે નલ સે જલ યોજના અમલમાં મૂકી છે.

    જામનગર શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત 3 ફિલ્ટર પ્લાન્ટ છે કાર્યરત

    જામનગર શહેરમાં ફિલ્ટર પાણી માટે 70 જેટલા ખાનગી આરો પ્લાન્ટ પણ હાલ કાર્યરત છે. ખાસ કરીને ઓફિસો તેમજ કચેરીઓ અને કારખાનામાં ફિલ્ટર આરો પ્લાન્ટ મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જામનગર પંથકમાં ગદા પાણીથી ચામડીના રોગોનું પ્રમાણ પણ વધ્યું હતું. જોકે સરકારી આંકડા મુજબ છેલ્લા બે વર્ષથી પાણીજન્ય રોગમાં ઘટાડો આવ્યો છે.

    ચામડી જન્ય રોગોમાં જોવા મળ્યો ઘટાડો

    જામનગર શહેરમાં હજુ પણ નવા સીમાંકનથી નવા ભડેલા વિસ્તારમાં અમુક સોસાયટીમાં હજુ ટેન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જે ફિલ્ટર પ્લાનથી જ આપવામા આવે છે. હાલ જામનગર શહેરમાં 15 જેટલી સોસાયટીઓમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. જોકે તમામ સોસાયટીમાં પ્લાન્ટમાંથી લેવામાં આવેલું પાણી આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.