જામનગર : મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશીએ જણાવ્યું કે, 31 જૂન સુધી જામનગરવાસીઓને સ્થાનિક જળાશયોના પાણી આપવામાં આવશે.
હાલ, શહેરમાં એકાંતરા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કે, હજુ સુધી નર્મદાનું પાણી ઉપયોગમાં લેવામાં આવતું નથી. હાલમાં કોરોનાની પરિસ્થિતિ હોવાને કારણે પાણીના જથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.