- ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા અંગે સરકાર દ્વારા નિર્ણય લેવાયો
- કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત ખેડૂતોમાં એક બીજાના મો મીઠા કરાવ્યા
- જામનગર ખેડૂતો કૉંગ્રેસના આગેવાનો દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈનું વિતરણ
જામનગરઃ સરકાર દ્વારા નવા બનાવેલા ત્રણ કૃષિ કાયદાના ખેડૂતોએ કરેલા વિરોધને પગલે આ કાયદા પરત ખેંચવા(repeal farm law) અંગે સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. જેને લઈને જામનગર જિલ્લાના ખેડૂતો (Farmers of Jamnagar district ) રાજીના રેડ થયા છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખેડૂતો આતશબાજી કરી એક બીજાના મો મીઠા કરવી આનંદ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તાલુકા કિશાન કૉંગ્રેસ (Kishan Congress)દ્વારા બજરંગ પુર ખાતે અને કૉંગ્રેસ દ્વારા ધરાસભ્ય ચિરાગભાઈ કાલરીયા હાજરીમાં જામનજોધપુર ખાતે આતશબાજી કરાઈ હતી.
કાલાવડ સહિત અનેક ગામોના ખેડૂતોમા હરખની હેલી
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (Prime Minister Modi) આજે ગુરુનાનક જયંતિ(Guru Nanak Jayanti ) નિમિતે દેશની જનતાને સંબોધન કરીને નવા કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી છે. અને આગામી સમયમાં સંસદમાં બિલ પાસ કરીને કાયદો પરત લેવામાં આવશે. આ જાહેરાતની સાથે જ જામનગર જિલ્લાના ખેડૂતોમા આનંદની લાગણી છવાઈ હતી. ખેડૂત વિરોધી માનવામાં આવતા આ કાયદા પરત ખેંચવાની ઘોસણા થતાની સાથે જ કાલાવડ, બજરંગપુર અને જામજોધપુર સહિત અનેક ગામોના ખેડૂતોમા હરખની હેલી વર્ષી હતી.
ખેડુતોની જીતની જામજોધપુર ખાતે પણ ભવ્ય ઉજવણી
કૃષિ કાયદા અંગે ખેડુતોની જીતની જામજોધપુર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસ અગ્રણીઓ અને ખેડૂતોએ ઉપસ્થિત રહી ફટાકડા ફોડી અને મીઠાઈ વિતરણ કરી હતી.
જામનગર તાલુકા કિસાન કૉંગ્રેસના આગેવાનો દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈનું વિતરણ
આ અવસરને વધાવવા જામનગર તાલુકા કિસાન કૉંગ્રેસના આગેવાનો દ્વારા બજરંગપુર ખાતેબફટાકડા ફોડી તથા મીઠાઈ વહેંચી ને ઊજવણી કરવામાં આવી હતી તથા ખેડૂતોએ એકઠા થઈ મીઠાઈ વહેંચી ઉપરાંત એક બીજાના મો મીઠા કરાવી આનંદ વ્યક્ત કર્યો હતો. આ ઉપેરાત ફટાકડાના ધોમ ઘડાકા સાથે આતશબાજી પણ કરી હતી. આમ નવા ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતા જામનગર જિલ્લાના ખેડૂતો રાજીના રેડ થયા છે.
આ પણ વાંચોઃ ભાવનગરના ખેડૂત આગેવાનોએ કહ્યું સંસદમાંથી ખરડો થાય નહિ ત્યાં સુધી ખતરો રહેશે
આ પણ વાંચોઃ આખરે! મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચ્યા, કોંગ્રેસ અને AAP પાર્ટીએ ભાજપની ટીકા કરી