ETV Bharat / state

જામનગરમાં યુવકે વ્યાજખોરોની ચુંગલમાં આવી જતા આત્મહત્યા કરી - gujaratinews

જામનગર: શહેરમાં આવેલા સાધના કોલોની વિસ્તારમાં રહેતો યુવક વ્યાજખોરોની ચુંગલમાં આવી ગયો હતો. જેને લઈને યુવકનું આખરે મોત નિપજ્યું છે. આ 35 વર્ષિય રવિ ભોજવાણી (મૃતક યુવક) પાનનો ગલ્લો ચલાવીને નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.

જામનગરમાં યુવકે વ્યાજખોરોની ચુંગલમાં આવી જતા આત્મહત્યા કરી
author img

By

Published : Jun 14, 2019, 9:25 PM IST

રવિએ 1લી જૂને ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. જામનગરની જી.જી. હોસ્પિટલમાં 14 દિવસની સારવાર દરમિયાન શુક્રવારે તેનું મોત નિપજ્યું હતું. રવિના પરિવારજનોએ 1લી જૂનના પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ કોઈ પ્રકારના પગલા લેવામાં ન આવતા આખરે પરિવારજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સાથે જ મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કર્યો છે.

જામનગરમાં યુવકે વ્યાજખોરોની ચુંગલમાં આવી જતા આત્મહત્યા કરી

જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો એકઠા થયા હતો અને રવિની મૃતદેહનો ઈન્કાર કરી વિરોધ કરી રહ્યા હતો. સાથે જ યુવકે સ્યુસાઇડ નોટમાં ત્રણ વ્યાજખોરના નામ પણ લખ્યા છે. આ વ્યાજખોર અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તેણે ઝેરી દવા પી લીધી હતી. યુવકનું મોત થતા પરિજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Intro:Body:

જામનગરમાં યુવકે વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી લેતા મોત....પરિજનોએ લાશ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

જામનગરના સાધનાકોલોની વિસ્તારમાં રહેતો યુવક વ્યાજખોરોની ચુંગાલમાં આવી જતા આખરે મોત મળ્યું છે...

જામનગરના રવિ નરેન્દ્રભાઈ ભોજવાણી નામનો 35 વર્ષીય યુવક પાન ના ઘરે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો....

રવિ નરેન્દ્રભાઈ ભોજવાણીએ સુસાઈડ નોટ પણ લખી છે... ઉલ્લેખનીય છે કે રવિ એ 1લી જૂને ઝેરી દવા પી લીધી હતી... ૧૪ દિવસની જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આજરોજ એ 12:00 તેમનું મોત નીપજ્યું છે....

રવિના પરિવારજનોએ પહેલી તારીખે પોલીસ ફરિયાદ નોંધાવી છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા આખરે પરિજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે....

જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો એકઠા થયા છે અને રવિ ની લાશ પ્રકરણ અને ઈન્કાર કરી વિરોધ કરી રહ્યા છે...

યુવકે સુસાઇડ નોટમાં ત્રણ વ્યાજખોરના નામ લખ્યા છે..આ વ્યાજખોર અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા હોવાથી ઝેરી દવા પી લીધી હતી...આજે આજે યુવકનું મોત થતા પરિજનો શોકનું મોજું ફરી વળ્યું છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.