- જામનગર કોર્પોરેશનમાં ભાજપની જીત
- સૌથી નાની ઉંમરના ચૂંટાયેલા ઉમેદવારની ઉંમર 23 વર્ષ
- સૌથી મોટી ઉંમરના ઉમેદવારની ઉંમર 65 વર્ષ
જામનગર : 6 કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકનું પરિણામ સ્પષ્ટ થઇ ગયું છે. શહેરમાં ભાજપને 64, કોંગ્રેસને 11, જયારે સૌપ્રથમ વાર બહુજન સમાજવાદી પાર્ટીને 3 બેઠક મળી છે. જે ગુજરાતની 6 મનપા પૈકીની 3 બેઠકો છે. તો જામનગરની સૌથી નાની ઉંમરના ચૂંટાયેલ ઉમેદવાર હોય તો તે વોર્ડ નં-6ના બહુજન સમાજવાદી પાર્ટીના. જેની ઉંમર માત્ર 23 જ વર્ષ છે જયારે સૌથી મોટી ઉંમરના કોંગ્રેસના ઉમેદવાર છે જેની ઉંમર 65 વર્ષ છે.
![જામનગર કોર્પોરેશન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-mahanagr-10062-anil_24022021160745_2402f_1614163065_200.jpg)
જામનગરનો વૉર્ડ નંબર 6 ભાજપનો ગઢ ગણાતો હતો
વૉર્ડ નંબર 6માં બહુજન સમાજવાદી પાર્ટીના 3 ઉમેદવારો ચૂંટાઈ આવ્યાં છે, જ્યારે એક ભાજપના ઉમેદવાર ચૂંટાયા છે. જામનગરના તમામ 64 ઉમેદવારો પૈકી જે સૌથી નાની ઉંમરના ઉમેદવાર વૉર્ડ નંબર 6ના રાહુલ રાયધનભાઈ બોરીચા છે. જેની ઉંમર 23 વર્ષની છે અને સોફ્ટવેર ઈજનેરનો અભ્યાસ કરી રહ્યાં છે. આ યુવા ચહેરાને જામનગરની વૉર્ડ નંબર 6ની જનતાના કર્યો કરવાનો મોકો મળ્યો છે.
![જામનગર કોર્પોરેશન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-mahanagr-10062-anil_24022021160745_2402f_1614163065_279.jpg)
વૉર્ડ નંબર 1માં સૌથી વરિષ્ટ કોર્પોરેટર
જામનગર કોર્પોરેશનમાં ચૂંટાયેલા 64 ઉમેદવારો પૈકી સૌથી મોટી ઉંમરના ઉમેદવાર વૉર્ડ નંબર 1માંથી ચૂંટાયેલા કોંગ્રેસના કાસમ જાખીયા જેમની ઉંમર 65 વર્ષ છે. આ વૉર્ડમાં કોંગ્રેસની પેનલને લોકોએ વિજેતા બનાવી છે. જામનગરના 64 ઉમેદવારો પૈકી યુવા ઉમેદવારોમાં રાહુલ બોરીચા પછી જો કોઈનું સ્થાન આવતું હોય તો તે ભાજપના વૉર્ડ નંબર 2ના કૃપાબેન આલાભાઈ ભારાઈ અને પૂર્વ મેયર હસમુખ જેઠવાના પુત્ર પાર્થ હસમુખભાઈ જેઠવા આ બન્ને વિજયી ઉમેદવારોની ઉંમર 26 વર્ષ છે.