જામનગરઃ કોવિડ-19ની મહામારીથી સમગ્ર વિશ્વ સંક્રમિત છે, ત્યારે સંક્રમિતોના સ્વાસ્થ્ય પૂર્વવત નિરામય બને તે માટે જ્યોતિ CNC રાજકોટના પરાક્રમસિંહ જાડેજા દ્વારા જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલને 20 વેન્ટિલેટર મશીન અર્પણ કરવામાં આવ્યા હતા.
વેન્ટિલેટર મશીનો સર્વપ્રથમ BAPS સ્વામિનારાયણ મંદિરએ લઈ જવાયા હતા. જ્યાં હરિકૃષ્ણમહારાજની સમક્ષ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તેમજ શિવમ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના સ્નેહલભાઈ ગોહેલ અને યશભાઈ ગોહેલની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય ધર્મનિધિ સ્વામી અને અન્ય પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં શાંતિપાઠ અને પૂજન કરવામાં આવ્યું હતું.
કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓનું સ્વાસ્થ્ય નિરામય બને તે માટે ધૂન કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ વેન્ટિલેટર મશીનને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.