જામનગર : જોડિયા તાલુકાના રણજીતપર ગામ દરિયાઇ વિસ્તારમાં છેવાડે આવેલો છે. આ દરિયાઈ વિસ્તારનું ખારું પાણી આ ફળદ્રુપ જમીન વિસ્તારમાં ન આવે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે દરિયા કિનારે રાજાશાહી વખતનો જોડીયા માણામોરા રેકલેમેશન બંધ બાંધવામાં આવેલો હતો. ગત વર્ષ 2019માં ભારે વરસાદના કારણે આજીડેમ ચારમાંથી 52 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જે પાણીના ઘસમસતા પ્રવાહથી રણજીતપર ગામ નજીક કોઝવે નંબર પાંચ અને છ વચ્ચે મોટા ગાબડા પડી જવાને કારણે ખેડૂતોની જમીન દરિયાના પાણીમાં સમાઇ ગઇ હોય તેવો ઘાટ સર્જાયો હતો. જ્યારે વર્તમાન પરિસ્થિતીમાં આ જમીન ખેડૂતોના ખાતે ખાલી સર્વે નંબર બોલે તેવી રહી છે.
જામનગર: ખેડૂતોની જમીનમાં ખારા પાણી ફરી વળતા અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરાઇ
જામનગરમાં જોડિયા મામણમોરા રેક્લેમેશન બંધ દરિયા કિનારે રાજાશાહી વખતમાં બનાવવામાં આવ્યા હતા. જેમાં ગતવર્ષમાં ભારે વરસાદ અને આજી ડેમના દરવાજા ખોલવાને કારણે તેમાં ગાબડા પડી જતા ખેડૂતોની જમીનમાં ખારા પાણી ફરી વળ્યાં હતા.