જામનગરઃ જામનગરના બાલા હનુમાન મંદિરમાં કોઈ પણ પરિસ્થિતિમાં અંખડ રામધૂન ચાલુ રાખાવની પરંપરા છે. જે ભૂકંપ સમયે પણ ચાલું રાખવામાં આવી હતી. આજે કોરોના વાઇરસના કારણે સમગ્ર ગુજરાતમાં જનતા કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જામનગરના આ મંદિરમાં અખંડ રામધૂનની પરંપરા શરૂ રાખવામાં આવી છે.
આ કરફ્યૂના પગલે તમામ મંદિરો અને જાહેર સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે, ત્યારે આ બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, હનુમાન મંદિરમાં ભક્તોને આવવાની મનાઇ કરવામાં આવી છે અને મુખ્ય ગેટ પણ બંધ કરવામાં આવ્યો છે.
દેશમાં જ્યારે જ્યાપે વિપરીત પરિસ્થિતિ આવી છે, ત્યારે ત્યારે બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂન ચલાવવામાં આવી રહી છે. બાલા હનુમાન મંદિર મેનેજમેન્ટ દ્વારા 40 જેટલા વ્યક્તિઓને અખંડ રામધૂન બોલવા માટેના પાસ આપવામાં આવ્યા છે. આમ, એક તરફ સમગ્ર દુનિયામાં કોરોના કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં ભક્તિનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.