35 હજાર હેક્ટરમાં મગફળી તથા 17000 કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. રોકડિયા પાકો, મકાઈ, બાજરી સહિતનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. આવેલા વરસાદના પગલે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ તો સારો પડ્યો પણ સાથે સાથે પાછોતરા વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે, ત્યારે જગતનો તાત આશા રાખી રહ્યો છે કે રાજ્ય સરકાર તેમની વહારે આવે અને પાક વિમો ચૂકવવામાં આવે.
હાલાર પંથકમાં કપાસ અને મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. પાછા વરસાદના કારણે હાલ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. આગામી 1લી તારીખથી માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી લેવામાં આવશે, ત્યારે જામનગર પંથકના ખેડૂતોની મગફળીમાં નુકશાની જોવા મળી રહી છે.