- જામનગરની કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ થઇ ગઇ
- કોરોનાની બીજા વેવમાં ઓક્સિજન ન મળવાના કારણે અનેક દર્દીઓના મોત
- દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા ન મળતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર અપાય
જામનગર : જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનું ઉગ્ર રૂપ જોવા મળી રહ્યું છે. જામનગરની હોસ્પિટલ હાઉસફૂલ થઇ ગઇ છે. ત્યારે દર્દીઓને સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની સુવિધા ઊભી થઈ છે. કોરોનાની બીજા વેવમાં ઓક્સિજન ન મળવાના કારણે અનેક દર્દીઓ મોતને ભેટ્યા છે.
આ પણ વાંચો : પાટણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ઉભી કરાઈ
દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા ન મળતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવામાં આવી રહી
જિલ્લામાં કોરોનાનો પોઝિટિવ આંક 500ની નજીક પહોંચ્યો છે. જોકે, જામનગરની સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં હાઉસફૂલ થઇ ગઇ છે. જ્યારે દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા ન મળતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવામાં આવી રહી છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા એમ્બ્યુલસમાં રહેલા દર્દીઓને પલ્સ માંપવામાં આવે છે અને સમયસર ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ગાંધીનગરની સિવિલ દ્વારા કોલવડા હોસ્પિટલમાં 300 લીટર પ્રતિ મિનિટનો ઓક્સિજન પ્લાન્ટ નખાશે
એક અઢાર વર્ષની યુવતીને સમયસર ઓક્સિજન ન મળતા તેમે મૃત્યુ
ગઈકાલે બુધવારે જામનગરની કોવિડ હોસ્પિટલ બહાર એક અઢાર વર્ષની યુવતીને સમયસર ઓક્સિજન ન મળતા તેમે મૃત્યુ થયું હતું. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છતા પણ ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં મોટાભાગે ગંભીર હાલતમાં સપડાયેલા દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ દર્દીઓને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતું નથી.