ETV Bharat / state

જામનગરમાં ઉનાળામાં કેટલી જગ્યાએ લાગી આગ અને આગ લાગવાનું કારણ કયું ? - fire department

ઉનાળાની શરૂઆત થતાં જ જામનગરમાં અવારનવાર આગજનીની ઘટનાઓ બની રહી છે. જામનગરમાં મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ એરીયા આવેલો છે. જ્યાં અવારનવાર શોર્ટ સર્કિટ થવાના કારણે આગજનીની ઘટના બની રહી છે. ગ્રામ્ય સ્તરે પણ આગજનીની ઘટનાઓ બને છે.

જામનગરમાં ઉનાળામાં કેટલી જગ્યાએ લાગી આગ અને આગ લાગવાનું કારણ કયું ?

author img

By

Published : May 4, 2021, 3:46 PM IST

  • જામનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં આગની ઘટનાઓની સંખ્યા વધી
  • જામનગર બ્રાસ ઉદ્યોગમાં અંદાજીત પાંચ હજાર જેટલા કારખાનાઓ આવેલા છે
  • આ કારખાનાઓમાં અવારનવાર શોર્ટ સર્કિટ થવાના કારણે આગજનીની ઘટનાઓ બની રહી છે

જામનગરઃ જિલ્લામાં અવારનવાર આગ લાગવાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા. જામનગરમાં મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીય વિસ્તાર આવેલો છે જ્યાં કોઇને કોઇ કારણથી આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ખુલ્લા ખેતરોમાં અને ઝાડીઓમાં આગ લાગવના બનાવો બની રહ્યા છે. જો કે બે દિવસ પહેલા જ પીપરટોડા ગામમાં ગૌશાળાની વિડીમાં રાખેલા ઘાસમાં ભીષણ આગ લાગી હતી. જે બે દિવસે કાબૂમાં આવી હતી. જેમાં જામજોધપુર, જામનગર અને રિલાયન્સના ફાયર ફાઈટરની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

આ કારખાનાઓમાં અવારનવાર શોર્ટ સર્કિટ થવાના કારણે આગજનીની ઘટનાઓ બની રહી છે

આ પણ વાંચોઃ જામનગરમાં મોડી રાત્રે રહેણાંક મકાનમાં લાગી આગ, ઘરવખરી બળીને ખાખ

જામનગરની કોવિડ હોસ્પિટલના ICUમાં લાગી હતી ભીષણ આગ

જામનગરની ગુરુ ગોવિંદસિંઘની કોવિડ હોસ્પિટલના ICU વિભાગમાં ભીષણ આગ લાગી હતી. જોકે ફાયરની ટીમે યુદ્ધના ધોરણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કર્યા હતા. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે કોઇ જાનહાનિ થઇ ન હતી પણ લાખો રૂપિયાના મશીનો આગમાં બળીને ખાક થઇ ગયા હતા.

જામનગરમાં ઉનાળામાં કેટલી જગ્યાએ લાગી આગ અને આગ લાગવાનું કારણ કયું ?

શુ કહે છે ચીફ ફાયર ઓફિસર?

જામનગર જિલ્લામાં છેલ્લા બે મહિનામાં નાની મોટી 60 જેટલી આગની ઘટનાઓ બની છે. ETV Bharat સાથે ટેલિફોનિક વાત કરતા ફાયર ચીફ ઓફિસર પાડીયને જણાવ્યુ કે, ઉનાળામાં દર વર્ષે આગની ઘટનાઓ બને છે. જો કે આ વર્ષે શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બહું બની છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પણ પણ આગની ઘટનાઓ બને છે. શહેરમાં ઔદ્યોગિક વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે પણ આગ વધુ લાગે છે. જો કે જામનગર જિલ્લામાં ફાયર ટીમમાં પૂરતો સ્ટાફ હોવાના કારણે મોટા ભાગની આગની ઘટનાઓ પર કાબૂ મેળવી લેવાઈ છે. ક્યારેક મોટી આગ લાગે તો રિલાયન્સ અને એસ્સારના ફાયર ફાઈટરની મદદ લેવી પડે છે. જામનગર શહેરમાં બ્રાસપાર્ટના 5 હજાર જેટલા નાના મોટા કારખાના આવેલા છે. જેમાં મોટા ભાગે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે.

આ પણ વાંચોઃ પીપરટોડામાં વન વિભાગની વાડીમાં પડેલી ઘાસમાં લાગી ભીષણ આગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.