ETV Bharat / state

જામનગર જી.જી.હોસ્પિટલનો છેડતી મામલો કેબિનેટમાં ચર્ચાયો - Cabinet meeting

જામનગરની જી.જી.હોસ્પિટલ(GG Hospital)માં છેડતીની ઘટના બની હતી. આ ઘટનાના પડઘા આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે સમગ્ર મામલે જામનગર કલેક્ટર અને આરોગ્ય કમિશનરને સુચના આપીને તાત્કાલિક પગલા લેવા જણાવ્યું છે.

જામનગર જી.જી.હોસ્પિટલનો છેડતી મામલો કેબિનેટમાં ચર્ચાયો

author img

By

Published : Jun 16, 2021, 2:25 PM IST

  • જામનગર કોવિડ હોસ્પિટલની ઘટનાના પડઘા પડ્યા કેબિને બેઠકમાં
  • છેડતી અને અભદ્ર માંગણી બાબતે થઈ કેબિનેટમાં ચર્ચા
  • રાજ્ય સરકારે જામનગર કલેક્ટર અને આરોગ્ય કમિશ્નરને આપી સૂચના
  • રાજ્ય સરકારે 3 સભ્યની કમિટી પણ રચી
  • જામનગરની જી.જી.હોસ્પિટલ(GG Hospital)માં છેડતીની ઘટના

ગાંધીનગર: કોરોનાના કપરા કાળમાં ડૉક્ટર બાદ સ્ટાફ નર્સ અને વર્ગ-2 તથા ત્રણના કર્મચારીઓની મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે, ત્યારે જામનગરની હોસ્પિટલમાં એક ઘટના બની કે, તે ઘટનાના પડઘા આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે સમગ્ર મામલે જામનગર કલેક્ટર અને આરોગ્ય કમિશનરને સુચના આપીને તાત્કાલિક પગલાં ભરવાની વાત કરી છે અને ત્રણ સભ્યોની કમિટી રચીને તપાસની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ વૃદ્ધે બાળકી સાથે છેડતી કરવાનો મામલો આવ્યો સામે, પોલીસે કરી આરોપીની ધરપકડ

શું હતી સમગ્ર ઘટના ?

સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો જામનગરની જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતી યુવતીઓ સાથે સુપરવાઇઝર દ્વારા ફિઝિકલ રિલેશનમાં રહેવા અંગેના દબાણ કરવા હોવાના આક્ષેપ યુવતીઓ દ્વારા કરવામાં આવ્યા છે. જ્યારે અવારનવાર ચેકિંગ કરવાના બહાને સુપરવાઇઝર દ્વારા શારીરિક અડપલા કરવાની ફરિયાદ અને આક્ષેપ પણ યુવતીઓ દ્વારા કરવામાં આવ્યા હતા, ત્યારે આ સમગ્ર મામલો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે અને તેમાં રાજ્ય સરકારે તપાસના આદેશ પણ આપ્યા છે.

જામનગર જી.જી.હોસ્પિટલનો છેડતી મામલો કેબિનેટમાં ચર્ચાયો

આ પણ વાંચોઃ કારચાલકે જાહેરમાં યુવતીની છેડતી કરી, પોલીસે કરી ધરપકડ

કેબિનેટ બેઠકમાં સમગ્ર મુદ્દે ચર્ચા

આ બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, જામનગરમાં જે યુવતીઓને છેડતી બાબતની ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા જામનગર કલેક્ટરને આ સમગ્ર બાબતે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જ્યારે ત્રણ સભ્યોની કમિટી રચીને અહેવાલ પણ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પાડોશીએ કરી યુવતીની છેડતી, પોલીસે કરી ધરપકડ

3 સભ્યોની કમિટીની કરાઇ રચના

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર બાબતની તટસ્થ તપાસ માટે જામનગર કલેક્ટર મેડિકલ કોલેજના ડીન અને જામનગર એસપી આ ત્રણ સભ્યોની કમિટી નિમણૂક કરવામાં આવી છે. કમિટિ દ્વારા સમગ્ર મામલે સચોટપણે તપાસ કરવામાં આવશે અને ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા એક્શન લેવામાં આવશે. રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે રીતે જામનગરમાં ઘટના સામે આવી છે તેને ચલાવી લેવાશે નહીં આ ઉપરાંત રાજ્યમાં આવી એક પણ જગ્યાએ ઘટના ચલાવી લેવામાં આવશે નહીં જ્યારે રાજ્યમાં આવી કોઇ ઘટના ન બને તેની તકેદારી આવનારા સમયમાં રાખવામાં આવશે. જ્યારે જામનગરમાં જેણે પણ આ કામ કર્યું છે તેને છોડવામાં આવશે નહીં તેવું નિવેદન પણ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.