- રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ હડતાળ પર
- ગુજરાત રાજ્યમાં 10 હજાર કરોડનું ટર્નઓવર ઠપ
- જામનગરમાં 1500 જેટલા બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા
જામનગર: દેશભરમાં આજે ગુરૂવારના રોજ રાષ્ટ્રીયકૃત બેંકની હડતાલ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં 10 હજાર કરોડનું ટર્નઓવર ઠપ થયું છે. જામનગરમાંથી 1500 જેટલા બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. સાથે-સાથે બેંકના કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે.
શા માટે કર્મચારીઓ કરી રહ્યા છે હડતાળ?
ખાસ કરીને બેંકનું જે પ્રકારે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેનો કર્મચારીઓ સતત વિરોધ કરી રહ્યા છે. બેંકોમાં છેલ્લા ઘણા સમયથી નવી ભરતી કરવામાં આવતી નથી. જેના કારણે કર્મચારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. પગાર વધારો તેમજ પેન્શન સહિતના મુદ્દે પણ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.