ત્યારે ગામના ઓધવજીભાઈ પ્રજાપતિ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આમરા ગામના લોકો આજે પણ જૂની પરંપરાને આગળ વધારી રહ્યા છે.આજનો યુવાન હાથમાં આધુનિક મોબાઈલ લઈ આ પરંપરામાં જોડતો જોવા મળી રહ્યો છે.આ વર્ષે ભમરીયા કૂવામાં નાખેલા રોટલા પરથી આમરા ગામના લોકોએ અનુમાન લગાવ્યું છે કે, વરસાદ સારો થશે અને એ પણ થોડા દિવસમાં મેઘરાજા મન મૂકી વરસે તેવી આગાહી કરવામાં આવી છે.રોટલો કૂવામાં પધરાવવા પાછળની કહાની પણ અદભુત છે વર્ષો પહેલા એક મહિલાનું બહારવટીયાઓ એ રોટલા લૂંટ્યા હતા અને બાદમાં મહિલાએ ભમ્મરિયા કૂવામાં કૂદકો મારી આપઘાત કર્યો હતો.
જોકે બાદમાં આમરા ગામમાં કોઈ પરિવારને ત્યાં સંતાન સુખ ન હતું આખરે ગામલોકોએ બ્રાહ્મણો પાસે કારણ જાણ્યું હતું.ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું કે વર્ષો પહેલા એક મહિલાનું કુવામાં પડવાથી મોત થયું હતું અને આ મહિલાના મોત બાદ દર વર્ષે કુવામાં રોટલો પધરાવવામાં આવશે તો વરસાદની પણ આગાહી થશે. બસ ત્યારથી આ પરંપરા ચાલુ છે. એકબાજુ આધુનિક ટેકનોલોજીથી વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ જૂની પરંપરા હજુ પણ હયાત જોવા મળી રહી છે.