- સૌરવ ગાંગુલીએ કરી ધૂંઆધાર બેટિંગ
- જય શાહની ટીમ ફતેહ થઈ
- ગાંગુલીએ ત્રણ ઓવરમાં 10 રન આપીને એક વિકેટ ઝડપી
ડેસ્ક ન્યુઝઃ કોલકતામાં શુક્રવારે રમાયેલી એક એક્ઝિબિશન મેચમાં(exhibition match in india) ભારતીય ક્રિકેટ ટીમના આકોનિક પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની ટ્રેડમાર્ક ઓફસાઇડ ડ્રાઇવ્ઝ અને સ્ટેપ આઉટ થઈ લગાવેલા જોરદાર શોટની આતશબાજી જોવા મળી હતી, પરંતુ BCCI પ્રેસિડેન્ટ ઇલેવનની ટીમ(president xi cricket team) જય શાહના નેતૃત્વ હેઠળની સેક્રેટરી ઇલેવન(secretary xi vs president xi) સામે એક જ રનથી હારી ગઈ હતી. ઇડન ગાર્ડન ખાતે યોજાયેલી 15 ઓવરની આ મેચ બોર્ડ AGM(AGM Festival Match) યોજાઈ હતી અને આ મેચ ખૂબ જ યાદગાર બની રહી હતી.
જય શાહની ટીમને મળી જીત
ગાંગુલીના હોમગ્રાઉન્ડ ખાતે BCCIના સેક્રેટરી જય શાહ મેચના સ્ટાર પુરવાર થયા હતા અને તેમણે ઠંડાગાર ડિસેમ્બરની સાજે 128 રનનો પીછો કરતી પ્રેસિડેન્ટ ઇલેવનની ટીમ સામે સાત ઓવરની ફાસ્ટ બોલિંગમાં 58 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી. મેચ ફિનિશરની ભૂમિકા નિભાવતાં ગાંગુલી છઠ્ઠા નંબરે બેટિંગમાં આવ્યો હતો અને માત્ર 20 બોલમાં 35 રનની ગાંગુલીની આતશબાજીમાં બે સિક્સ અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. મેચના નિયમ મુજબ તેમણે રિટાયર થઈ જવું પડ્યું હતું અને તેમની ટીમ વિજયથી માત્ર એક જ રન દૂર રહી ગઈ હતી.
BCCIના સેક્રેટરી ઇલેવને ટોસ જીતીને બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું
જ્યારે શાહે(secretary xi cricket team) ઝડપેલી ત્રીજી વિકેટ ક્રિકેટએસોસિયેશન ઓફ બંગાળના પ્રેસિડેન્ટ અવિષેક દાલમિયાની હતી, જેઓ ઓપનિંગ બેટિંગ કરવા આવ્યા હતા અને માત્ર 13 રન બનાવી શાહની વધુ એક ઓવરના પહેલા જ બોલે આઉટ થઈ ગયો હતો. જય શાહે ઝડપેલી વિકેટમાં ઇડન ગાર્ડનના એક સમયના ફેવરિટ બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનનો સમાવેશ થાય છે જેઓ માત્ર બે રનના અંગત સ્કોર પર લેગ બિફોર થયા હતા. શાહે ગોવા ક્રિકેટ(exhibition match cricket) એસોસિયેશનના સુરજ લોટલીકરને પણ આઉટ કર્યા હતા.
અગાઉ, BCCIના સેક્રેટરી ઇલેવને ટોસ જીતીને બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું અને અરુણ ધુમલ (36) અને જયદેવ શાહ (40)ની 92 ભાગીદારીની મદદથી ત્રણ વિકેટ ગુમાવીને કુલ 128 રનનો જુમલો ખડક્યો હતો.
કોલકતા શહેરના સોથી વિખ્યાત પુત્ર ગાંગુલીનું પ્રદર્શન
કોલકતા શહેરના સૌથી વિખ્યાત પુત્ર ગાંગુલી બેટિંગ કરવા આવ્યો ત્યારે ટ્રેડમાર્ક શોર્ટ થકી બે વાર બોલને ગ્રાઉન્ડની બહાર મોકલી દીધો હતો. આ ઉપરાંત ગાંગુલીએ તેમની ત્રણ ઓવરમાં 10 રન આપીને એક વિકેટ ઝડપી હતી, જેમાં તેમણે પ્રવીણ અમીનને આઉટ કર્યા હતા. જ્યારે અઝહરુદ્દીને બે ઓવરમાં આઠ રન આપી એકપણ વિકેટ ઝડપી શક્યા ન હતા.
ટૂંકો સ્કોર
BCCI સેક્રેટરી ઇલેવનઃ 15 ઓવરમાં 128/3 જયદેવ શાહ 40 રિટાયર્ડ, અરૂણ ધુમલ 36, જય શાહ 10 નોટઆઉટ, (સૌરવ ગાંગુલી 1/10)
BCCI પ્રેસિડેન્ટ ઇલેવન સામે 15 ઓવરમાં 127/5 સૌરવ ગાંગુલી 35 રિટાયર્ડ, મોહમ્મદ અઝહરુદ્દીન 2, અવિષેક દાલમિયા 13,(જય શાહ 3/58) એક રને વિજય થયો હતો.
આ પણ વાંચોઃ Gujarat Cricket Match: ભાભર ક્રિકેટ મેચમાં શંકર ચૌધરીના બોલિંગ પર અલ્પેશ ઠાકોરે મારી સિક્સર
આ પણ વાંચોઃ Omicron threat: CSAએ ડોમેસ્ટિક મેચ સ્થગિત કરી, ભારતના આફ્રીકા પ્રવાસ પર અનિશ્ચિતતા