જામનગર : રાજય સરકાર દ્વારા માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાનો તૈયાર માલ વેચી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેને પગલે હાપા માર્કેટયાર્ડમાં આવતાં ખેડૂતોએ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવું પડશે.
હાપા માર્કેટયાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે સફીન હસને કર્યો નવતર પ્રયોગ IPS સફીન હસનના નેતૃત્વમાં હાપા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં યુવા આઇપીએસ સફીન હસન સાથે સીટી એ ડિવિઝનમાં ફરજ બજાવતા પી.આઇ ટી.એલ વાઘેલા અને પી.આઇ ઉષા વસાવાએ ઉમદા કામગીરી કરી છે.જામનગરમાં આવેલ માર્કેટ યાર્ડ હંમેશા લોકોથી વ્યસ્ત જોવા મળે છે. અહીં લોકોની ભારે ભીડ હોય છે. તેમજ વેપારીઓ અને ખેડૂતો વચ્ચે કોઈપણ પ્રકારનું ડિસ્ટન્સ જળવાતું નથી. આ વાત સફીન હસનને ધ્યાન આવતા તેમને તાત્કાલિક ડીસીજન લઈ ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે એક પ્લોટ બનાવ્યો છે.