ETV Bharat / state

જામનગર : હું વોર્ડ મારી વાતના VIP વોર્ડ નંબર 3ની વાત - જામનગર વોર્ડ નંબર 3 માં સ્થાનિક કોર્પોરેટર

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. ત્યારે આવો જાણીએ જામનગરના વોર્ડ નંબર 3ની પરિસ્થિતિ વિશે તેમજ આ વિસ્તારમાં કેટલા કામો થયા અને હજુ કેટલા કામો કરવા જોઈએ.

જામનગર : હું વોર્ડ મારી વાતના VIP વોર્ડ નંબર 3ની વાત

author img

By

Published : Jan 23, 2021, 2:04 PM IST

  • આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી
  • જામનગરના વોર્ડ નંબર 3ની પરિસ્થિતિ વિશે
  • કોર્પોરેટર કરી રહ્યા છે ઉમદા કામગીરી

જામનગર : હું વોર્ડ મારી વાતમાં આજે વાત કરીશું. વોર્ડ નંબર 3 એક જામનગર શહેરનો સૌથી વિકસીત વોર્ડ છે. અહીં તમામ કોર્પોરેટર દ્વારા બેસ્ટ કામગીરી કરવામાં આવી છે.આ વોર્ડમાંથી પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ હાલના કોર્પોરેટર છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી પણ ઉમદા કામગીરી કરી રહ્યા હોવાનું લોકો કહી રહ્યા છે.

જામનગર : હું વોર્ડ મારી વાતના VIP વોર્ડ નંબર 3ની વાત
શા માટે જામનગરનો VIP વોર્ડ બન્યો નંબર 3

વોર્ડ નંબર 3 માં સ્થાનિક કોર્પોરેટરની સક્રિયતા અને રોડ રસ્તા ગટર તેમજ પીવાનું પાણી લોકોને સમયસર મળી રહે છે. મોટાભાગના ઘરમાં નળ મારફતે વોર્ડ નંબર 3માં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સ્થાનિકો કોર્પોરેટરની કામગીરીથી ખુશ જોવા મળી રહ્યા છે

સ્થાનિકોની ફરિયાદ ઉકેલાય છે ગણતરીની કલાકમાં

જોકે, અન્ય વોર્ડની જેમ મારા વોર્ડમાં સમસ્યા તો થતી હોય છે. પણ તમામ કોર્પોરેટર સક્રિય હોવાના કારણે મોટાભાગની સમસ્યાઓનું ગણતરીની કલાકોમાં જ નિરાકરણ લાવવામાં આવે છે. જોકે, મારા વોર્ડમાં અનેક વખત ગટરો ઊભરાવવાની સમસ્યા સર્જાય છે. પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે છે.

જામનગરનો પોશ વિસ્તાર ગણાય છે વોર્ડ નંબર 3

વોર્ડ નંબર 3 જામનગરનો સૌથી પોશ વિસ્તાર ગણાય છે. અહીં અનેક જાતિના લોકો રહે છે. છતાં પણ આ વિસ્તારમાં લોકોના મોટા ભાગના કામો રાજકીય આગેવાનો દ્વારા તાત્કાલીક કરવામાં આવે છે.

સૌથી વધુ સ્વચ્છતા વોર્ડ નંબર 3 માં જોવા મળી

હાલ દેશમાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે લોકો સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત બને અને પોતાની આસપાસ આ વિસ્તારમાં સ્વસ્થતા જાળવે તે માટે અનેક વખત જામનગર શહેરમાં કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. ત્યારે વોર્ડ નંબર 3 માં સૌથી વધુ સફાઈનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વોર્ડ નંબર 3 માં સફાઈ કર્યા બાદ કચરાનો પણ તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે. જેના કારણે ગંદકી જોવા નથી મળતી.

  • વોર્ડની વસ્તી
પુરુષ 17046
મહિલા16740
કુલ33786

મતદારોની સંખ્યા

પુરૂષ11382
મહિલા 11126
કુલ 22508

• કોર્પોરેટર

1.સુભાષ જોશી
2.દિનેશ પટેલ
3.અલકાબા જાડેજા
4.ઉષાબહેન કટારીયા
  • મુખ્ય સ્થળો

(1) પટેલ કોલોની
(2) હિંમતનગર મેઈન રોડ
(3) હિંમતનગર વિકાસ ગૃહ રોડ
(4) ઇન્દ્રદીપ સોસાયટી
(5) આનંદ કોલોની
(6) મહિલા કોલેજ વિસ્તાર
(7) લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી
(8) ગ્રાફેડ જયત સોસાયટી
(9) દ્વારકેશ સોસાયટી
(10) હાટકેશ સોસાયટી
(11) પટેલ વાડી
(12) નરસિંગ સોસાયટી
(13) ડેન્ટલ કોલેજ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.