જૂનાગઢઃ હાલ ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થયું છે. આ મેળામાં સમગ્ર દેશમાંથી સંન્યાસીઓ એ અલખને ઓટલે ધુણો ધખાવીને ભગવાન ભોળાનાથની પૂજા કરી છે. આ મેળામાં સંન્યાસીઓ ખૂબ જ મહત્વ ધરાવે છે અને આ મેળાનું આયોજન સંન્યાસીઓ માટે જ થાય છે. તેમ કહીએ તો પણ જરાય ખોટું નથી, પરંતુ નાગા સંન્યાસીઓ સાથે સન્યાસી જીવન જીવતી અવધુત માઈ પણ નાગા સન્યાસી જેટલું જ મહત્ત્વ ધરાવે છે, તેમને પણ સન્યાસી માફક દીક્ષા આપીને એમના અખાડામાં સામેલ કરાઈ છે.
સંન્યાસીઓની સાથે શિવરાત્રી મેળામાં અવધૂત માઈનું પણ ધાર્મિક મહત્વ નાગા સન્યાસી અને તેને આપવામાં આવતી દીક્ષાનો ઉલ્લેખ ગીતામાં પણ જોવા મળે છે. સન્યાસ અને દીક્ષાનું મહત્ત્વ આજે પણ એટલું જ છે. જે પ્રકારે હિંદુ સંસ્કૃતિ અને ધાર્મિક વિધિ વિધાન સાથે નાગા સંન્યાસીઓને દીક્ષા આપવામાં આવે છે. તે જ પ્રકારે અવધૂત માઈની પણ દીક્ષા સંસ્કાર કરવામાં આવે છે ધાર્મિક વિધિ વિધાન સાથે દિક્ષા સંસ્કાર પૂર્ણ કર્યા બાદ અવધૂત માઈને સન્યાસીમાં શામેલ કરવામાં આવે છે, ત્યારબાદ અવધુત માઈ ભગવાન ભોળાનાથના સાંનિધ્યમાં સંન્યાસીઓ સાથે અલખને ઓટલે આવીને ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાની મંજૂરી મળે છે.
સંન્યાસીઓની સાથે શિવરાત્રી મેળામાં અવધૂત માઈનું પણ ધાર્મિક મહત્વ સંન્યાસીઓ સાથે રહેતી અવધૂત માઈ જ્યાં સુધી તેમના સંસ્કાર દીક્ષા પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તેમને ધુણો ધખાવવાનીની કે, સંન્યાસીઓ સાથે બેસવાની મંજૂરી મળતી નથી. સંસ્કાર દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ અવધૂત માઈ સંન્યાસી સાથે ધુણો ઘખાવીને બમ બમ ભોલે ભોલેના નાદ પુકારતી ભવનાથના શિવરાત્રીના મેળામાં જોવા મળે છે.
સંન્યાસીઓની સાથે શિવરાત્રી મેળામાં અવધૂત માઈનું પણ ધાર્મિક મહત્વ