ETV Bharat / state

...અને આ રીતે ખેત મજૂરને કામ દરમિયાન વાગી ગોળી, કારણ જાણી ચોંકી જશો - jamnagar police

જામનગર નજીકના વિજરખી ફાયરીંગ રેન્જ પાસે ખેતી કામ કરતા મજૂરને અચાનક ગોળી વાગી હતી. ખેતમજૂરને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. Vijarkhi Firing Range Jamnagar, shot bullet agricultural labour

Etv Bharatજામનગર:ખેત મજૂરી કરતા શ્રમિકને વાગી ગોળી...

author img

By

Published : Sep 15, 2022, 4:22 PM IST

જામનગર: જામનગર તાલુકાના વિજરખી ગામમાં ફાયરિંગ રેન્જ (Vijarkhi Firing Range Jamnagar)આવેલી છે, જ્યાં ફાયરીંગની પ્રેક્ટિસ કરવામાં આવે છે. આ રેન્જની નજીક વાડીમાં કામ કરતા વિક્રમ શિયારનામ ખેતમજૂરને વાડીએ મજૂરી કામ કરતાં પગમાં ગોળી વાગી હતી. (shot bullet agricultural labour) ખેતમજૂર મૂળ MPના રહેવાસી અને હાલ વિજરખી વાડી વિસ્તારમાં પરપ્રાતિય મજૂર તરીકે કામ કરે છે. મજુરને ખેત કામ કરતી વખતે પગમાં ગોળી વાગતા અફરાતફરી મચી ગઇ હતી.ફાયરીંગની ઘટના બનતા શ્રમિકને, 108ને કોલ કરી નજીકની, જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. જામનગર પોલીસ (jamnagar police) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

લોકો દ્વારા વારંવાર રજૂઆત: વાડી માલિકના જણાવ્યા અનુંસાર,વારંવાર થતી ફાયરીંગ ઘટનાને લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે. જેના લીધે લોકો દ્વારા તંત્રને ફાયરિંગ પ્રેક્ટિસ બંધ કરવા અથવા તો અન્ય જગ્યાએ ખસેડવા બાબતે ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ હાલ તો ખેતમજૂરોમાં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.