જ્યારે દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જામનગર આવ્યા હતા. ત્યારે જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ તેમને કલમ 370 દૂર કરવાની વાત કરી હતી. જો કે, પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી 370 કલમને નાબૂદ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
![નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-03-jamsaheb-modi-7202728-mansukh_07082019133015_0708f_1565164815_240.jpg)
પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જામનગરમાં વિજય પેલેસમાં બે દિવસ રોકાયા હતા. ત્યારે જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ કલમ 370 અને 35A પર વિસ્તૃત વાતચીત કરી હતી. પણ તે સમયની પરિસ્થિતિ અને સંજોગો જોઈએ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી આ કલમને હટાવવામાં નિષ્ફળ નિવડ્યા હતા. જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો છે.