મહાનગરપાલિકા દ્વારા વિસ્તારના વોર્ડ નંબર 5, 6, 7, 8, 9 અને 10માં સમાવિષ્ટ નગરજનો માટે સેવાસેતુ કાર્યક્રમ શહેરના ટાઉનહૉલમાં યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી, પ્રાંત અધિકારી હર્ષવર્ધન સોલંકી, દંડક જડિબેન સરવૈયા તેમજ કોર્પોરેટર કમલાસિંહ રાજપૂત અને મેઘનાબેન હરિયા સહિતના આગેવાનો દ્વારા કરાયું હતું.
મહાનગરપાલિકાની હસ્તક વિવિધ સેવાઓ જેવી કે, આધારકાર્ડની કામગીરી, પ્રોપર્ટી ટેકસ, જન્મ-મરણ તથા લગ્નનોંધણીના પ્રમાણપત્રો, મુખ્યમંત્રી એપ્રેન્ટિશીપ યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજના, રેશનકાર્ડમાં નામ ઉમેરવું રદ કરવું વગેરે યોજનાની અલગ અલગ સ્ટોલમાં સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ સેવાઓનો લાભ લેવા છ વોર્ડના નગરજનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉમટ્યાં હતાં.