ETV Bharat / state

Jamnagar News: જામનગરમાં લંપટ પ્રિન્સિપાલે 15 વર્ષની વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ - પ્રિન્સિપાલે વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ

જામનગરની સત્યસાંઇ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મનીષ બુચે 15 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે સગીરાએ પોતાના પરિવારજનો સમક્ષ સમગ્ર વાત કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જો કે હજુ સુધી વગદાર પ્રિન્સિપાલ સામે હજુ કાર્યવાહી નહિ થતાં મામલો ગરમાયો છે.

Jamnagar News:
Jamnagar News:
author img

By

Published : Apr 15, 2023, 3:22 PM IST

જામનગર: જામનગરના લાખાબાવળ ખાતે શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. સત્યસાંઇ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મનીષ બુચે અવારનવાર ધમકીઓ આપીને વિદ્યાર્થીની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ: સામે આવેલી માહિતી પ્રમાણે વર્ષ 2015માં શહેરની સત્યસાંઇ સ્કૂલમાં ધોરણ 11માં ફોર્મ ભરવા આવેલી સગીરા સાથે પ્રિન્સિપાલે તેની ઓફિસમાં જ દુષ્કર્મ આચાર્ય હતું અને ત્યારબાદ અવારનવાર સગીરાને ધમકી આપી અને પોતાના ઘરે પણ દુષ્કર્મમાં આચરતો હતો. સમગ્ર મામલે જામનગર સીટી બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપી મનીષ બુચને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Rape in Idukki: કેરળમાં વૃદ્ધ માતાને રૂમમાં બંધ કરીને વિકલાંગ મહિલા પર દુષ્કર્મ આચર્યું

પ્રિન્સિપાલ સામે નોંધાવી ફરિયાદ: પ્રિન્સિપાલ મનીષ બુચ વિદ્યાર્થીની તેની માતાની નોકરી જશે તેમજ તેના ભાઈ બહેનનો અભ્યાસ પણ અટકી જશે તેવી ધમકી આપતો હતો અને વિદ્યાર્થીની નગ્ન ફોટો પણ વાયરલ કરવાની ધમકી આપતો હતો. પ્રિન્સિપાલ મનીષ બુચની જાળમાં ફસાયેલી સગીરા આખરે પોતાના પરિવારજનો સમક્ષ સમગ્ર વાત કરતા પરિવારજનોએ જામનગરના સીટી બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને લંપટ પ્રિન્સિપાલને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Vadodara Crime : સગીરાને ભગાડીને દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે 10 વર્ષની કેદ સાથે ફટકાર્યો દંડ

પ્રિન્સિપાલ સામે હજુ કાર્યવાહી નહિ: સીટી બી ડિવિઝનના પીઆઇ પીડી વાઘેલાએ જણાવ્યું કે કે ગઈકાલે વિદ્યાર્થીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે અનુસંધાને હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને પ્રિન્સિપાલને દબોચી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલ મનીષ ભુચ અગાઉ પેપર લીક પ્રકરણમાં પણ સંડોવાયેલા હતા. સત્યસાંઈ સ્કૂલમાં નેટની પરીક્ષા દરમિયાન તેમણે સમય પહેલા પેપર ખોલી નાખ્યું હતું. જેના કારણે ભારે ચર્ચા થઈ હતી. જો કે ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલની હજુ સુધી અટકાયત થઈ ન હતી. એવી પણ અટકળો વહેતી થઈ છે કે પ્રિન્સિપાલ વગ ધરાવે છે જેના કારણે તેની સામે હજુ કાર્યવાહી થઈ રહી નથી..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.