આજે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે જિલ્લા તંત્ર દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આર્મી જવાનો, એરફોર્સ જવાનો અને સરકારી અધિકારીઓ સહિત અનેક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યકૃષિ પ્રધાન આર.સી.ફળદુ હાજર રહ્યાં હતા. જેમણે વડાપ્રધાનના વિકાસ કાર્યોને વખાણ્યાં હતા. ત્યારબાદ મીડિયા સાથે કરતાં તેમણે RTOના કડક નિયમોના પાલન અંગે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલાં નુકસાનની વાત કરી હતી. જેમાં તેમણે રાજ્યસરકાર દ્વારા થતાં સર્વે બાદ ખેડૂતોને આર્થિક સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું.