- જામનગરના વોર્ડ નંબર 15માં પાકિસ્તાનથી વરસો પહેલા આવેલા રેફ્યુજી હજુ ઘર વિહોણા
- કેન્દ્ર સરકારે રેફ્યુજીઓને રહેવા માટે જમીન તો ફાળવી
- કાયદેસરના ઘર હજુ વોર્ડ નંબર 15ના નાગરિકોને મળ્યા નથી
જામનગરઃ શહેરમાં વોર્ડ નંબર 15મા રહેતા સ્થાનિકો વર્ષો પહેલા ઇન્ડિયા-પાકિસ્તાન ભગલા વખતે શકર ટેકરી વિસ્તારમાં આવીને વસ્યા હતા. કેન્દ્ર સરકારે રેફ્યુજીઓને રહેવા માટે જમીન તો ફાળવી હતી. બાદમાં વસ્તી વધતા લોકોએ જ્યાં ત્યાં ઘર બનાવી લીધા છે. પણ કાયદેસરના ઘર હજુ વોર્ડ નંબર 15ના નાગરિકોને મળ્યા નથી.
વોર્ડ નંબર 15એ કોંગ્રેસનો ગઢ ગણાય છે
જામનગરમાં શકર ટેકરી, ગોકુલનગર સહિતના વિસ્તારનો વોર્ડ 15માં સમાવેશ થાય છે. આ વોર્ડમાં તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. સમગ્ર વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળી રહે છે અને ગટર વ્યવસ્થા પણ સારી છે. તો સમગ્ર વિસ્તારમાં સીસી રોડ પણ બનાવવામાં આવ્યા છે.
જામનગર છેલ્લા 25 વર્ષથી છે ભાજપનું શાસન
જામનગરમાં વોર્ડ નંબર 15 એ કોંગ્રેસનો ગઢ ગણાય છે અહીંથી ચાર કોંગ્રેસના કોર્પોરેટર ગત ચૂંટણીમાં વિજેતા બન્યા છે અને ચારેય સક્રિય કોર્પોરેટર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખાસ કરીને lockdownના સમયે આ વિસ્તારના ગરીબ લોકોની વહારે વોર્ડ નંબર 15ના ચાર કોર્પોરેટરો આવ્યા હતા. હાલના કોંગ્રેસના કોર્પોરેટર આનંદ રાઠોડ જણાવી રહ્યા છે કે, તેમણે આ વિસ્તારનો વિકાસ થાય તે માટે અવારનવાર જનરલ બોર્ડમાં મુદ્દો ઉઠાવ્યો છે. જામનગર મહાનગર પાલિકામાં ભાજપનું શાસન હોવાના કારણે અનેક વખત જનરલ બોર્ડમાં ધારદાર રજુઆત કરી હતી ત્યારે આ વિસ્તારની ગ્રાન્ટ પાસ થઈ છે.
મકાન માટે લોકો રાહ જોઇ રહ્યા છે
શંકર ટેકરી વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા લોકોની પાંચમી છઠ્ઠી પેઠી હજુ પોતાનાં મકાન માટે રાહ જોઈ રહી છે. મનપાએ અહીંના સ્થાનિકોને મકાન બનાવી શકે તે માટે પ્લોટની ફાળવણી પણ કરી નથી.