ETV Bharat / state

કઈ વાતને યાદ કરીને જામસાહેબ શત્રુશલ્યસિંહજી કહ્યું Thank you પોલેન્ડ, જુઓ - Ukraine Russia war

યુક્રેન રશિયા યુધ્ધની ભંયકર સ્થિતિને લઈને જામનગરના રાજવી જામસાહેબે પોલેન્ડનો (Prince of Jamnagar thanked Poland) આભાર માન્યો છે. આ ઉપરાંત જામનગર અને પોલેન્ડ વચ્ચેે ઈતિહાસની અદ્ભુત દાસ્તાન (Relations between Jamnagar Poland) પણ રહેલી છે. જુઓ વિગતવાર..!

કઈ વાતને યાદ કરીને જામસાહેબ શત્રુશલ્યસિંહજી કહ્યું Thank you પોલેન્ડ, જુઓ

author img

By

Published : Mar 4, 2022, 10:26 AM IST

જામનગર : હાલ જે પ્રકારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની (Ukraine Russia war) પરિસ્થિતિ ગંભીર બનતી જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને યુક્રેનમાં મેડિકલના અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ કફોડી હાલતમાં મૂકાયા હતા. જોકે સંકટના સમયે પોલેન્ડ વિદ્યાર્થીઓની મદદે આવ્યું છે. અને હજારો વિદ્યાર્થીઓને પોલેન્ડથી ભારતમાં સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા છે. આ પ્રસંગે જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ (Prince of Jamnagar thanked Poland) પોલેન્ડ સરકારનો આભાર માન્યો છે.

જામનગર અનેે પોલેન્ડ વચ્ચેની અદ્ભુત દાસ્તાન

100 વર્ષ પહેલાંના સંબંધો ફરીથી તાજા

મહત્વનું છે કે, જામનગર અને પોલેન્ડ વચ્ચે 100 વર્ષ પહેલાંના(Relations between Jamnagar Poland) સંબંધો ફરીથી તાજા થયા છે. કારણ કે સો વર્ષ પહેલા જામનગરના રાજવીએ હિટલરની તાનાશાહી વચ્ચે પણ પોલેન્ડના 1000 બાળકોને ચાર વર્ષ સુધી જામનગરમાં આશરો આપ્યો હતો. તો આજે પોલેન્ડો ભારતીય વિદ્યાર્થીઓની વ્હારે આવ્યું છે.

જામરાજવીની દરિયાદિલીની દાસ્તાન

ભારત આઝાદ નહોતું થયું, એમ છતાં જામસાહેબ દિગ્વિજયસિંહએ (Jam Saheb Digvijay Sinhji) પોતાના ખર્ચે એક હજાર જેટલા બાળકોને આશ્રય આપવાની તૈયારી બતાવી હતી. એના માટે તેમણે જામનગર નજીક આવેલા બાલાચડી પાસે એક કેમ્પનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાં એક હજાર જેટલા પોલીસ બાળકોને આશ્રય આપ્યો હતો. જામસાહેબે પોલેન્ડના બાળકો માટે રહેઠાણ, રમતગમત, ભોજન સહિતની તમામ સુવિધાઓ ઉભી કરી હતી. જામ રાજવીએ એક હજાર જેટલા પોલેન્ડના બાળકોને ચાર વર્ષ બાળકોને સાચવવાની સાથે તેઓ સંસ્કૃતિ ન ભૂલે એનું પણ ધ્યાન રખાયું હતું.

પોલેન્ડને ખંઢેરમાં ફેરવાયું હતું

તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર અને સ્ટાલીને પોલેન્ડ પર આક્રમણ કર્યું હતું. અને પોલેન્ડને ખંઢેરમાં ફેરવી દીધું હતું. ત્યારે પોલેન્ડ વાસીઓએ બ્રિટિશ સરકારને અપીલ કરી હતી અને પોલેન્ડના બાળકોને કોઈ અન્ય દેશમાં આશ્રય આપવાની માગ કરી હતી. જે-તે સમયે જામનગરના રાજવી દિગ્વિજયસિંહજી બ્રિટિશ ઇમ્પીરિયલ વોર કેબિનેટના સદસ્ય હતા. તેમને ખબર પડતાં જ તેમણે બાળકોને આશ્રય આપવા તૈયારી બતાવી હતી.

આ પણ વાંચોઃ ukraine russia war: 18 જાન્યુઆરીએ આપી હતી હુમલાને મંજૂરી, 6 માર્ચ સુધી 'યુદ્ધ' સમાપ્ત કરવાનો લક્ષ્યાંક

જામનગરમાં થઈ હતી પોલેન્ડની આઝાદીની 100મી વર્ષગાંઠની ઉજવણી

પોલેન્ડ દ્વારા વર્ષ 2018માં પોતાની આઝાદીની એકસો મી વર્ષગાંઠની ઉજવણી માટે ખાસ જામનગરની અને બાલાચડીની પસંદગી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે તેઓ 76 વર્ષ પહેલાં બાલાચડીમાં રહ્યા હતા. તેમાંના કેટલાક સર્વાઈવર, તેમના પરિવારજનો અને પોલેન્ડના રાજદૂત પણ ઉજવણીમાં સામેલ થયા હતા.

જે બાળકો બાલાચડીમાં રહ્યા હતા તેઓ જામ દિગ્વિજયસિંહજીને બીજા પિતા માને છે

જામનગરના બાલાચડીમાં જે બાળકો રહ્યાં હતાં તે બાળકો જામ દિગ્વિજયસિંહજીને તેમના બીજા પિતા ગણે છે. જામ દિગ્વિજયસિંહજીને પોલેન્ડમાં ધ ગુડ મહારાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. પોલેન્ડની કેટલીક શાળાઓ સાથે જામ દિગ્વિજયસિંહજીનું નામ જોડી પોલેન્ડ વાસીઓએ જામ રાજવી અને તેમણે કરેલી મદદને યાદ રાખવાનો પ્રયાસ કર્યો છે. પોલેન્ડમાં એક સ્કવેરને પણ જામ દિગ્વિજયસિંહજીનું નામ આપવામાં આવ્યું છે.

2018માં બાલાચડીમાં જનરેશન ટુ જનરેશન કાર્યક્રમ યોજાયો હતો

જામનગર અને બાલાચડીમાં વર્ષ 2018માં જનરેશન ટુ જનરેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલેન્ડના સર્વાઈવરની સાથે જામ રાજવી પરિવારના સભ્યો પણ જોડાયા હતા. જે-તે સમયે બાલાચડી સૈનિક સ્કૂલમાં પોલેન્ડ અને ભારતના રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : એ કાંડ કે જેણે, 61,000 મુસ્લિમ અને 10,000 હિન્દુઓને પોતાના ઘર છોડવા કર્યા હતા મજબૂર!

પોલેન્ડમાં આવેલો સ્કવેર, જેને જામ રાજવીનું નામ આપવામાં આવેલું છે

ઇતિહાસને જીવંત કરવા પોલેન્ડ અને ભારતે સાથે મળી ડોક્યુમેન્ટરી બનાવી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહ દ્વારા જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. એ ઘટનાથી ભારત, પોલેન્ડ અને દુનિયાના નાગરિકો વાકેફ થાય એ માટે ભારત અને પોલેન્ડ સરકારે સંયુક્ત રીતે "A little Poland in India" નામની ડોક્યુમેન્ટરીનું નિર્માણ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.