ETV Bharat / state

Jamnagar Rain: રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો, પીવાના પાણીની સમસ્યા હવે ટળશે - monsoon update

જામનગરના 13 ડેમોમાં નવા નીરનું આગમન થતાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 13માંથી 4 ડેમો ઓવરફ્લો થયા તેમજ 8 જળાશયો પાણીથી છલોછલ ભરાયા છે. રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

Jamnagar Rain : જામનગરનો રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો, પીવાના પાણીની સમસ્યા ટળશે

author img

By

Published : Jul 1, 2023, 4:04 PM IST

જામનગરનો રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો

જામનગર : હાલાર પથકમાં સતત વરસાદના પગલે કેટલાક ડેમો છલોછલ છલકાઈ રહ્યા છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, હાલ જામનગર જિલ્લાના 13 ડેમોમાં નવા નીર આવ્યા છે અને ચાર જેટલા ડેમો ઓવરફ્લો થયા છે. તો બીજી તરફ સારા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તેમજ પ્રથમ તબક્કામાં સારો વરસાદ વરસતા ખેડૂતોના સારા પાકની આશા પણ રાખી રહ્યા છે. પરંતુ કેટલાક ડેમ ઓવરફ્લો થતાં કેટલાક ગામડાઓને એલર્ટ કરાયા છે.

ક્યો ડેમ થયો ઓવરફ્લો : જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પડતો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. રાતે 10 વાગે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો હતાં. ડેમ ઓવરફ્લો થતાં જામનગર મહાનગરપાલિકાના કમિશનરે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરતો સંદેશ આપ્યો છે અને લોકોએ સુરક્ષિત સ્થળે ખસી જવાનું કહ્યું છે.

રાત્રે 10 વાગ્યે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો હતો અને નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવ્યું છે. - (રણજીતસાગર ફ્લોટ કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતા કર્મચારી)

ક્યા ક્યા ડેમો થયા ઓવરફ્લો : જામનગર જિલ્લામાં ચોમાસાના પ્રારંભે જ મેઘરાજાની મહેર જોવા મળી છે. જામનગર જિલ્લાના 8 જળાશયો નવા નીરની આવક થતાં પાણીથી છલોછલ ભરાયા છે. રણજીતસાગર, સપડા, કંકાવટી, ઉન્ડ-2, ફુલઝર (કો.બા.), રૂપારેલ, ઉમિયા સાગર, વાગડિયા ડેમ ઓવરફ્લો થયા છે. જામનગર જિલ્લાના 25માંથી 8 જળાશયો પાણીથી છલોછલ ભરાયા છે. અન્ય જળાશયોમાં પણ ઉપરવાસના સારા વરસાદના પગલે પાણીની આવક સતત થઈ રહી છે.

  1. Rajkot Rain: ઉપલેટાના જીવા દોરી સમાન મોજ અને વેણુ-2 ડેમ છલોછલ ભરાયા
  2. Kutch Rain : અંજારમાં બારે મેઘ ખાંગા, રોડ રસ્તા ગાયબ થઈને નદીઓમાં ફેરવાયા, અનેેક લોકો ફસાયા
  3. Mahisagar Rain : મહીસાગરમાં ખેડૂતોએ વાવણી સાથે સારા પાકની રાખી આશા, હવે બધો આધાર મેઘરાજાના મુડ પર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.