જામનગરઃ કોરોના વાયરસના ફેલાવાના અટકાવવા માટે વિવિધ સંસ્થાનો દ્વારા તકેદારીના પગલાં તરીકે ભીડ એકઠી થતી હોય તેવા કાર્યક્રમ મોકૂફ રાખવાની સલાહ આપવામાં આવેલી છે. ત્યારે જામનગરમાં પણ પાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ મોકૂફ રખાયાંના પાટીયાં લાગી ગયાં છે.
જામનગરમાં આજરોજ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમ જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યારે વાલ્મીકિનગરમાં વાલ્મિકી કોમ્યુનિટી હોલના ખાતમુહૂર્ત સ્થળે કોરોના વાયરસને કારણે કાર્યક્રમ મોકૂફ રાખ્યાંના બેનર લગાવવામાં આવ્યાં છે.
વિશ્વભરમાં કોરોના વાયરસંનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરમાં વાલ્મિકીનગરમાં કોમ્યૂનિટી હોલનું ખાતમુહૂર્ત સાંસદ પૂનમ માડમ અને કૃષિપ્રધાન આર.સી.ફળદુ હસ્તે કરવામાં આવ્યું છે પરંતુ ભીડને એકઠી કરવા દેવાઈ ન હતી. ખાસ કરીને જાહેર કાર્યક્રમમાં લોકોની ભીડ એકઠી ન થાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.