ETV Bharat / state

PSI શ્વેતા જાડેજા લાંચકાંડ: જામજોધપુર, જયુભા અને જીજાજીનો શું હતો રોલ? જાણો વિગત - jamnagar news

અમદાવાદમાં મહિલા PSI લાંચ પ્રકરણનો રેલો છેક જામજોધપુર સુધી પહોંચ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત રાત્રી રવિવારના રોજ PSI શ્વેતા જાડેજાના કેશોદ સ્થિત ઘરની મુલાકાત લીધી હતી. જો કે, અહીં ઘરે તાળાં જોવા મળ્યા હતા. જ્યારે આ બહુચર્ચિત લાંચ પ્રકરણમાં રોજ નવા નવા ખુલાસાઓ બહાર આવી રહ્યાં છે.

PSI શ્વેતા જાડેજા
PSI શ્વેતા જાડેજા
author img

By

Published : Jul 6, 2020, 11:22 AM IST

PSI શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર

ક્રાઇમ બ્રાન્ચની ટીમે શ્વેતાના ઘરની મુલાકાત લીધી

શ્વેતાના ફરાર બનેવીને શોધવા સ્પેશયલ ઓપરેશન ટીમ સૌરાષ્ટ્રમાં

જામનગર: GSP ક્રોપના MD કેનલ શાહને રેપ કેસના ગુનામાં પાસા કરવાની ધમકી આપી 35 લાખના તોડકાંડમાં PSI શ્વેતા જાડેજાના ફરાર બનેવી દેવેન્દ્ર ઓડેદરાને શોધવા સ્પેશયલ ઓપરેશન ગ્રૂપની ટીમે સૌરાષ્ટ્રમાં આવી છે. પોલીસે રવિવારે જામજોધપુરની જે આંગડિયા પેઢીમાં જાનકીના નામે જયુભાને પૈસા મોકલવામાં આવ્યા હતાં. તે આંગડિયા પેઢીના સંચાલક જ્યુભાનું નિવેદન લીધું હતું. જેમાં પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ ઉપલેટામાં રહેતાં જયુભાની જામજોધપુરમાં આંગડિયા પેઢી આવેલી છે. આ પેઢીમાં જાનકીના નામથી કેનલ શાહની એકાઉટન્ટ જૈનાલીએ સીજી રોડની આંગડિયા પેઢીમાંથી રૂ.20 લાખ જ્યુભાને મોકલ્યા હતા. આ રકમ PSI શ્વેતાના બનેવી દેવેન્દ્ર ઓડેદરાએ ઉપલેટાથી લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. 35 લાખના તોડ પ્રકરણમાં PSI શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

PSI શ્વેતા જાડેજા લાંચકાંડ

ઉલ્લેખનીય છે કે, પોલીસે જયુભાની પુછપરછ કરતા તેમણે જણાવ્યું કે, ઉપલેટામાં રહેતાં દેવેન્દ્રએ જાનકી નામથી પડીકું આવે તો ફોન કરવા મને જણાવ્યું હતું. ફેબ્રુઆરીમાં જાનકી નામથી 20 લાખ રૂપિયા આવતાં જયુભાએ દેવેન્દ્રને ફોન કર્યો હતો. દેવેન્દ્રએ તમારા ઘરેથી હું રૂપિયા લઈ લઈશ તેમ જણાવ્યું હતું. જેથી જ્યુભાએ દેવેન્દ્રને આ રકમ ઉપલેટા તેમના ઘરેથી ચૂકવી હતી.

આ ઘટનામાં પીએસઆઈ શ્વેતાની ધરપકડ બાદ તોડની રકમ લેનાર તેનો બનેવી દેવેન્દ્ર ફરાર થઈ ગયો છે. હાલ પોલીસે દેવેન્દ્રને શોધવા માટે સૌરાષ્ટ્રમાં શોધખોળ શરૂ કરી છે. પોલીસ તપાસમાં દેવેન્દ્ર ઓડેદરા ઉપલેટામાં વે બ્રિજ ધરાવે છે. આ ઉપરાંત તે ખેતીવાડી પણ ધરાવે છે. મહત્વનું છે કે, PSI શ્વેતાના જીજાજીએ CCTVથી બચવા રૂ.20 લાખ ઉપલેટાથી લીધા હતાં.

પોલીસે શ્વેતા જાડેજા અને તેના બનેવી દેવેન્દ્રના બેંક એકાઉન્ટ અંગે તપાસ શરૂ કરી છે. આરોપીએ આ રીતે ગેરકાયદેસર કેટલી રકમ એકત્ર કરી તેની તપાસ થઈ રહી છે. તેમજ સમગ્ર કેસમાં 35 લાખનો તોડ થયાની ફરિયાદ થઈ છે. પોલીસને 20 લાખનો તાગ મળ્યો, પણ બીજા 15 લાખની રકમનો તોડજોડ મળતો નથી. આ ઉપરાંત કેનલ શાહની એકાઉટન્ટ જૈનાલીએ 35 લાખ બે ટુકડામાં મોકલ્યાનું નિવેદન આપ્યું અને આંગડિયાની બે ચિઠ્ઠી પણ મળી છે. જોકે, એક ચિઠ્ઠીમાં 20 લાખનો ઉલ્લેખ છે, પણ બીજી ચિઠ્ઠીમાં રકમનો ઉલ્લેખ નથી. જેથી બાકીના બીજા 15 લાખ ક્યાં ગયા? તે પ્રશ્ન પોલીસ માટે મોટો કોયડો બની ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.