- સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ફૂંકાયુ બ્યુગલ
- જામનગરના વોર્ડ નં. 6માં છે અનેક સમસ્યાઓ
- વોર્ડ નં. 6ની સમસ્યાઓ અને સમાધાન
જામનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફુંકાઇ ચૂક્યું છે ત્યારે જામનગરમાં ભાજપ દ્વારા વિવિધ વૉર્ડમાં કુલ 64 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ 63 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
જામનગરના વૉર્ડ 6માં રહે છે યુ.પી., બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો
જામનગરમાં આવેલા વોર્ડ નંબર 6માં મુખ્યત્વે પચરંગી પ્રજા રહે છે, તેમજ વૉર્ડની સમસ્યાઓ પણ અલગ અલગ છે કારણકે નવા સીમાંકન બાદ નવા વિસ્તારમાં તેમજ અનેક સોસાયટીઓનો વૉર્ડ 6માં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને અહીં યુપી, બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો રહે છે. નવા વિસ્તારોમા હજુ પીવાનું પાણી પણ પહોંચતું નથી જેથી હજુ અનેક સોસાયટીઓમાં ટેન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જો કે ભૂગર્ભ ગટરનું કામ 70 ટકા પૂર્ણ થયું છે હવે માત્ર થોડા વિસ્તારમાં જ ભૂગર્ભ ગટરનું કામ બાકી છે. તો બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર 6માં ફ્લાઈ ઓવરબ્રિજનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી સ્થાનિકોને ટ્રાફિકની સમસ્યા કાયમ માટે ઉકેલાઈ જશે.
વોર્ડ નંબર 6ની સમસ્યાઓનો ઉકેલ
વોર્ડ નંબર 6ના સ્થાનિકો જણાવી રહ્યા છે કે મોટાભાગના પ્રશ્નોનો ઉકેલ કોર્પોરેટર દ્વારા લાવી દેવામાં આવ્યો છે. ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થતા ગંદા પાણીનો નિકાલ થશે જેના કારણે જ્યાં પાણી ભરાતા તે પાણીનો પણ નિકાલ થઈ જશે.
• મુખ્ય સ્થળો
ડીફેન્સ કોલોની
ભક્તિ નગર
યાદવનગર
વુલનમિલ રીગ રોડ
ગાયત્રી નગર
ઇન્દ્રીરા કોલોની
રોકડીયા હનુમાન મંદિર
મયુર નંબર વામ્બે આવાસ
હનુમાન ટેકરી
સિધાર્થીનગર
મહાદેવનગર
પુરબીયાની વાડી
કોમલ નગર
ઢીચડા સીમ વિસ્તાર
ગોરધન પર
આંબેડકર નગર
રાજીવ નગર
• વોર્ડ વસ્તી
પુરુષ 18188
મહિલા 17356
કુલ 36544
• મતદારો
પુરુષ 9972
મહિલા 8391
કુલ 18163