ETV Bharat / state

જામનગરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીઓ શરૂ, ભાજપ દ્વારા નિરીક્ષકોની ટીમ જાહેર કરાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બંને પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જામનગરમાં ભાજપ દ્વારા વિસ્તાર વાઈજ નિરિક્ષકોની નિમણુક કરવામાં આવી હતી. આ સાથે જ નેતા અને અધિકારીઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી હતી.

xz
xz
author img

By

Published : Jan 21, 2021, 11:13 AM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જામનગરમાં તૈયારીઓ શરૂ
  • વિસ્તાર વાઈઝ ભાજપ દ્વારા નિરીક્ષકોની નિમણુક
  • અનેક નેતાઓને સોંપાઈ જવાબદારી

    જામનગર: ગુજરાતમાં તાલુકા, જીલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકાઓની સ્થાનિક સ્વરાજ્યની આગામી માસ ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા માટે મતદારોને આકર્ષવા પોતાની વાત મુકવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તૈયારીના ભાગ રૂપે ગુજરાતભરના જીલ્લા અને મહાનગર વિસ્તારમાં વિસ્તાર વાઈઝ ભાજપ દ્વારા નિરીક્ષકોની નિમણુક કરવામાં આવી છે.

    સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષકોની નિમણુક

જામનગર મહાનગર પાલિકામાં સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષકો તરીકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ,પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ બાબુભાઇ જેબલીયા, બૌદ્ધિક સેલ પ્રદેશ કન્વીનર જયેશભાઇ વ્યાસ, અનુજાતી મોરચા પ્રદેશ મહામંત્રી ગૌતમભાઈ ગેડીયા, ભાવનગરના પૂર્વ મેયર સુરેશભાઈ ધાધલીયા, પૂર્વ પ્રદેશ ઉપ્રમુખ જશુમતીબેન કોરાટ,પ્રદેશ કારોબારી સભ્ય આરતીબેન જોષી અને જ્યોતિબેન વાછાણીની નિમણુંક કરાઈ છે.

ઉમેદવારોને યોગ્ય નિર્ણય મળે એ માટે આ ટીમ ધ્યાન આપશે

જામનગર જીલ્લા માટે નિરીક્ષકોમા કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયા, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી અને પ્રદેશ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા માટે ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ જીલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી અને પૂર્વ પ્રદેશ પ્રધાન નિરૂબેન કામ્બલીયાની નિમણુક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે નિરીક્ષકોમાં એક એક મહિલાઓનો પણ સમાવેશ કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.