જામનગર : આગામી 18 મી માર્ચના રોજ હોળીનો તહેવાર (Holi Celebrations in Jamnagar) આવી રહ્યો છે ત્યારે આ વર્ષે લોકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યંગસ્ટર હોળીના તહેવારને સેલિબ્રેટ કરવા માટે વિવિધ પાર્ટી પ્લોટમાં જવાનું નક્કી કરતા હોય છે. ત્યારે જામનગરમાં એક ગ્રુપ દ્વારા ભવ્ય (Holi Festival in Jamnagar) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ફેસેલિટી પણ ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચો : 'આદિત્યનાથ આયો રે': સુરતમાં હોળી સ્નેહમિલન કાર્યક્રમ
રંગથી લઈને ફૂડ સુધી વ્યવસ્થા - હોળીના તહેવાર પર ખાસ કરીને યંગસ્ટર વો કલર્સનો (Color on Holi) ઉપયોગ વધુ કરતા હોય છે. આ કલર્સને કારણે સ્કિનના રોગ થવાની શક્યતા હોય છે. જોકે આ અથર્વ ગ્રુપ આવા દ્વારા કલર લાવવાની મનાઈ છે. અહીં આ રિસોર્ટમાં સ્વિમિંગ પૂલની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે સાથે રેઇન ડાન્સની પણ વ્યવસ્થા કરાઈ છે. તો નાના ભૂલકાથી (Holi Festival 2022) લઇ અને વડીલો માટે પંજાબી ચાઇનીઝ તેમજ અન્ય ફૂડની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ પણ વાંચો : Surat Holi Song Celebration : સુરતમાં યોગી 'આદિત્યનાથ આયો રે ગીત...'એ ધૂમ મચાવી
મનમૂકીને હોળીની ઉજવણી કરવા સુદર આયોજન - છેલ્લા બે વર્ષથી લોકો એક પણ ઉત્સવને સેલિબ્રેટ કરી શક્યા નથી કારણ કે, કોરોનાની મહામારી હોવાના કારણે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. જોકે હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તેથી હોળીના તહેવારને આવી રહ્યો છે ત્યારે લોકો મનમૂકીને હોળીનો તહેવાર ઉજવે તે માટે જામનગરમાં અથર્વ ગ્રુપ (Party Plot for Holi in Jamnagar) દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.