ETV Bharat / state

જામનગરમાં કોરોના મહામારી વચ્ચે માટીના ગણપતિની મૂર્તિઓ બનાવતા મૂર્તિકાર - ગણેશની માટીની મૂર્તિ

છોટીકાશી તરીકે પ્રસિધ્ધ જામનગર શહેરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે આગામી દિવસોમાં ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે. તો આ કોરોના જેવી મહામારીને ધ્યાને રાખીને સરકારના નિયમઅનુસાર ઉત્સવ ઉજવવા માટે શહેરીજનો તૈયારીઓ કરી રહ્યા છે.

ગણપતિની મૂર્તિઓ
ગણપતિની મૂર્તિઓ
author img

By

Published : Aug 20, 2020, 6:52 PM IST

જામનગર: છોટીકાશી જામનગરમાં ભકતજનો દ્વારા આગામી દિવસોમાં આવનારા ગણપતિ મહોત્સવની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. કોરોનાને કારણે સંક્રમણ ફેલાવવાનો ભય વધારો હોય છે, ત્યારે ભગવાન ગણપતિના ભક્તો દ્વારા પોતાના ઘરે જ માટીની નાની મૂર્તિનું સ્થાપના કરવામાં આવશે અને અગિયાર દિવસ ગણપતિજીની પૂજા-અર્ચના કર્યા બાદ ઘરે જ એક પાણી ભરેલા વાસણમાં ગણપતિ વિસર્જન કરવામાં આવશે.

માટીના ગણપતિની મૂર્તિઓ બનાવતા મૂર્તિકાર
માટીના ગણપતિની મૂર્તિઓ બનાવતા મૂર્તિકાર
જામનગરમાં ગણેશજીની મૂર્તિ બનાવનાર અતુલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે, ત્યારે ગણેશની માટીની નાની મૂર્તિઓના ઓર્ડર મળ્યા છે. HAL માટી અને નેચરલ કલરમાંથી બનાવેલી 2 ફૂટ સુધીની મૂર્તિના ઓર્ડર મળેલા છે. તો આ મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કરવાથી પર્યાવરણને પણ નુકસાન થતું નથી.
માટીના ગણપતિની મૂર્તિઓ બનાવતા મૂર્તિકાર
માટીના ગણપતિની મૂર્તિઓ બનાવતા મૂર્તિકાર
જ્યારે ગણેશની મૂર્તિ ખરીદનાર રાજુભાઇ એ જણાવ્યું હતું કે, હાલ જામનગરમાં કોરોનાના કેસ વધુ છે અને સરકારના નિયમ પ્રમાણે ગણપતિનું કોઈ પંડાલ લગાવવાની પરવાનગી આપવામાં આવી નથી. સરકારે ભકતોને અપીલ કરી છે લોકો શ્રધ્ધાથી ગણપતિની નાની મૂર્તિને ઘરે જ સ્થાપન કરે.જોકે પંડાલમાં ગણપતિ બેસાડવાથી લોકોની ભીડ એકત્રિત થાય છે અને કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા પણ વધું હોય છે. આ ઉપરાંત મોટી મૂર્તિને જાહેર જગ્યાએ પધરાવથી પ્રદૂષણ ફેલાવવાને બદલે અમે અગિયાર દિવસ ઘરે જ ગણેશની પૂજા અર્ચના કરીશું.ત્યારબાદ પાણી ભરેલા એક વાસણ માં ગણપતિનું વિસર્જન કરીશું અને એ પાણી ઘરના બગીચામાં નાખીશું જેથી પર્યાવરણને પણ નુકસાન ન થાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.