ETV Bharat / state

7.24 લાખનો બિલ વિનાનો બ્રાસપાર્ટનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો

જામનગરઃ જિલ્લાના ખંભાળિયા હાઇવે પર આવેલા પતાળીયા ગામના પાટીયા પાસેથી આઇસર ટેમ્પોને SOGના કાફલાએ ચેક કરતા તેમાંથી બ્રાસપાર્ટનો જથ્થો મળી આવ્યો હતો.

author img

By

Published : Apr 11, 2019, 4:57 AM IST

સ્પોટ ફોટો

આ જથ્થો બીલ કે આધાર-પુરાવા વિનાનો હોવાનું પોલીસને બાતમી મળી હતી. બ્રાસપાર્ટ જથ્થાની કીંમત રૂપિયા 7,24,400નો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મુદામાલ કબજે કરી સીઆરપીસી કલમ 102 મુજબ શંકાસ્પદ મિલ્કત તરીકે કાર્યવાહી હાથ ધરી છે.

ટેમ્પો ચાલકનું નામ મીતેશ દિલીપભાઇ ગોસ્વામી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચાલક સામે કલમ 41 (1) ડી લગાવી અટકાયત કરી છે. આ કાર્યવાહીમાં SOG પોલીસના એએસઆઇ સુખદેવસિંહ જાડેજા, હે.કો. જ્ઞાનદેવસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ દેલવાડીયા તથા પો.કો. મયુદિનભાઇ સૈયદ સહિતનાએ કરી હતી.

R_GJ_JMR_04_BRASS_ILLEGAL_10-04-19
સ્લગ: ગેરકાયદેસર બ્રાસ જથ્થો
ફોરમેટ : ફોટો 
રિપોર્ટર : અર્જુન પંડ્યા

જામનગરના પતાળીયા ગામના પાટીયા પાસેથી બીલ વગર લઇ જવાતો રૂા.7.24 લાખનો બ્રાસપાર્ટનો જથ્થો પોલીસે પકડી પાડયો છે. આ જથ્થો આઇસર ટેમ્પોમાં લઇ જવાતો હતો. તે દરમિયાન પોલીસ ત્રાટકી હતી.

વિગતો મુજબ ખંભાળિયા હાઇવે પર આવેલા પતાળીયા ગામના પાટીયા પાસેથી નિકળેલા આઇસર ટેમ્પોને એસઓજીના કાફલાએ ઉભુ રાખી ચેક કરતા તેમાંથી બ્રાસપાર્ટનો જથ્થો મળી આવ્યો  જેના બીલ કે આધાર-પુરાવા ન હોવાનું પોલીસને માલુમ પડયું હતું. માલ રૂા.7,24,400નો હોવાનું જાણવા મળે છે. આ કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેકટર વી.વી. વાગડીયાને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે થઇ હતી.

પોલીસે દરોડામાં કુલ રૂા.11.24 લાખનો મુદામાલ કબ્જે કરી સીઆરપીસી કલમ 102 મુજબ શંકાસ્પદ મિલ્કત તરીકે કાર્યવાહી હાથ ધરી છે.  ટેમ્પો ચાલકનું નામ મીતેશ દિલીપભાઇ ગોસ્વામી (રે. રાજકોટ) હોવાનું જાણવા મળે છે. પોલીસે ચાલક સામે કલમ 41 (1) ડી લગાવી અટકાયત કરી છે. આ કાર્યવાહીમાં એસઓજી પોલીસના એએસઆઇ સુખદેવસિંહ જાડેજા, હે.કો. જ્ઞાનદેવસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ દેલવાડીયા તથા પો.કો. મયુદિનભાઇ સૈયદ સહિતનાએ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.