- જામનગરમાં AAPના 15 કાર્યકરોની અટકાયત
- ખેડૂત આંદોલનને સમર્થન આપી કર્યા હતા ધરણાં
- પોલીસે છાવણી તોડી પાડી
જામનગર : દિલ્હીમાં છેલ્લાં 18 દિવસથી ખેડૂતો 3 કાળા કાયદાઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે દેશભરમાંથી ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે. જોકે, દિલ્હીની કેજરીવાલ સરકારે પણ આ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. ત્યારે કેજરીવાલની આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે આમ આદમી પાર્ટીના 15 જેટલા કાર્યકરો ખેડૂતોના સમર્થનમાં કાર્યક્રમ યોજી રહ્યા હતા. તે દરમિયાન જ પોલીસે છાવણી તોડી પાડી હતી અને 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રાજ્ય સરકાર તેમજ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.