ઉલ્લેખનીય છે કે, ચોરીના ઈરાદે આ ત્રણેય શખ્સોએ રાત્રીના સમયે વિન્ડ ફાર્મ ખાતે પહોંચ્યા હતા અને અહીં તેમણે સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નારણભાઈ કરમુર સાથે બોલાચાલી કર્યા બાદ તેમની હત્યા કરી હતી. આરોપીઓ પવનચક્કીમાં કોપરની ચોરી કરવા આવ્યા હતા. અગાઉ પણ દેવપૂજક શખ્સોએ પવનચક્કીમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
લાલપુર પોલીસ અને એલ.સી.બીના સંયુક્ત ઓપરેશનમાં નાદુરીના પાટિયા પાસેથી ત્રણય શખ્સો પસાર થતા હતા. જે દરમિયાન પોલીસે ચોરીના બાઈક સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે, આરોપીઓ પાસેથી જામનગરની જી.જી હોસ્પિટલના પટાંગણમાંથી ચોરેલું બાઇક પણ કબજે કરવામાં આવ્યું છે.