જામનગરઃ કચ્છ અને જામનગરના અખાતમાં(Gulf of Kutch and Jamnagar)આવેલા પીરોટન ટાપુ દરિયાઈ (Piroton Island in Jamnagar)જીવ સૃષ્ટિનું સંવર્ધન બની રહ્યો છે. અનેક પ્રવાસીઓ જીવસૃષ્ટિને નિહાળવા માટે આવે છે. તેમજ જુદી જુદી યુનિવર્સિટીના જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે ટાપુની મુલાકાતે આવતા હોય છે. ઘણા સમય સુધી પીરોટન ટાપુ બંધ રહ્યા(Breeding of living things) બાદ સરકારે પ્રવાસન માટે છૂટ આપી હતી. પ્રથમ સિઝનમાં અનેક પ્રવાસીઓ ટાપુની સહેલગાહે આવ્યા હતા. હવે આ મહિનાની શરૂઆતથી વન તંત્રએ ફરી( Piroton Island Forest Division)નિયંત્રણો મૂકી દીધા છે. પ્રથમ સીઝન પૂર્ણ જાહેર કરવામાં આવી છે. ઓક્ટોબર માસમાં બીજા પ્રવાસન તબ્બકાનો પ્રારંભ થશે. બીજી સિઝનમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અંદમાર-નિકોબાર ટાપુ પર ભારત અને અમેરિકી નેવીએ અભ્યાસ કર્યો
પીરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિનો મનભાવન આશરો - જામનગર પાસે કચ્છના અખાતમાં આવેલ પીરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિનો મનભાવન આશરો છે. અહીં વિશ્વના મોટાભાગના કોરલનું સંવર્ધન થાય છે. જેને લઈને પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓનો ધસારો અહીં રહેતો હતો. પરંતુ અહીંયા વધતી જતી ઘર્ષણકીય પ્રવૃતિઓને લઈને સરકારે નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. વર્ષો સુધી પીરોટન ટાપુ બંધ રહ્યા પછી એક માસ પૂર્વે ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો. મરીન વન તંત્રની દેખરેખ હેઠળ પીરોટન પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. દોઢ મહિના ઉપરાંત સુધી અહીં પ્રવાસીઓની આવન જાવન રહી જોવા મળી હતી.
બીજી સિઝનમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ - 26 જાન્યુઆરીથી માંડી 11 માર્ચ સુધી પ્રથમ સિઝનમાં નવ ટ્રીપ કરવામાં આવી. જેમાં અંદાજીત 800થી વધુ પ્રવાસીઓએ પ્રવાસ ખેડ્યો હતો. અપાયેલી છૂટથી વન વિભાગને 40,000થી વધુ આવક પણ થઈ છે. સાથે જીવ સૃષ્ટિને અંત્યત નજીકથી નિહાળી હતી. આ મહિનાની શરૂઆતથી વન તંત્રએ ફરી નિયંત્રણો મૂકી દીધા અને પ્રથમ સીઝન પૂર્ણ જાહેર કરવામાં આવી છે. હવે ઓક્ટોબર માસમાં પુનઃ પ્રવાસન તબ્બકાનો પ્રારંભ થશે. બીજી સિઝનમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ પીરોટન ટાપુને ભવ્ય રિસોર્ટની જેમ વિકસાવાશે, જીવસૃષ્ટિને લઇને પર્યાવરણવાદીઓમાં ચિંતા