ETV Bharat / state

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જીજી હોસ્પિટલને પ્રાણવાયુની સહાય - જામનગરના સમાચાર

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જીજી હોસ્પિટલને પ્રાણવાયુની સહાય કરવામાં આવી હતી. સ્વામિાનરાયણ સંસ્થા દ્વારા સાપ્તાહિક બે ટેન્કર ઓક્સિજનની સહાય જીજી હોસ્પિટલને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં ધાર્મિક સંસ્થાઓ લોકોને મદદરૂપ થવા માટે આગળ આવી રહી છે.

BAPS સ્વામિનારાયણ સંસ્થા
BAPS સ્વામિનારાયણ સંસ્થા
author img

By

Published : May 9, 2021, 8:41 PM IST

  • BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જીજી હોસ્પિટલને પ્રાણવાયુની સહાય
  • સંસ્થા દ્વારા સાપ્તાહિક બે ટેન્કર ઓક્સિજન જીજી હોસ્પિટલને અપાશે
  • ધાર્મિક સંસ્થાઓ લોકોને મદદરૂપ થવા માટે આગળ આવી

જામનગર : કોરોનાની મહામારીમાં સરકાર સાથે જ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ પણ લોકોને સહાયરૂપ થવા માટે આગળ આવી છે. દરેક વ્યક્તિથી લઇ સમાજ અને દરેક સંસ્થાઓ આજે એકબીજાના સાથ થકી આ મહામારી સામે લડત આપી રહી છે. જીજી હોસ્પિટલ જામનગરમાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના અનેક દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. સંક્રમણના બીજા વેવમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. અનેક દર્દીઓને ઓક્સિજનની તકલીફો સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આવા કપરા સમયમાં જામનગરની BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક સરાહનીય સેવાકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

BAPS સ્વામિનારાયણ સંસ્થા
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જીજી હોસ્પિટલને પ્રાણવાયુની સહાય

આ પણ વાંચો - દુબઈના BAPS મંદિરે મોરબીને 8 ટન લિક્વિડ ઓક્સિજન મોકલ્યો

દુબઈથી 400 ટન ઓક્સિજન મંગાવવામાં આવ્યું

જામનગર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રવિવારથી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દર સાપ્તાહિકે 2(બે) લિક્વિડ ઓક્સિજન(10 ટન)ના ટેન્કર આપવામાં આવશે. જેનો રવિવારના રોજથી પ્રારંભ થયો હતો. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જીજી હોસ્પિટલને પ્રાણવાયુની સહાય કરવામાં આવી હતી. BAPS સંસ્થાના સાધુ-સંતો દ્વારા પૂજા વિધિ કરીને આ સેવાકાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા રવિવારના રોજ જીજી હોસ્પિટલને 10 ટન લિક્વિડ ઓક્સિજનનો જથ્થો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - વડતાલ સ્વામિનારાયણ મંદિર હોસ્પિટલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું

પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ તકે પ્રધાન આર. સી. ફળદુએ કોરોના મહામારીમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા લોકોની વ્હારે આવી અને ખૂબ સ્તુત્ય કાર્ય કરી રહી છે, જે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કૃષિ પ્રધાન આર. સી. ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમ માડમ, મેયર બીના કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, મેરામણ ભાટુ, પ્રકાશ બાંભણિયા, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, ડેપ્યુટી કલેક્ટર વી. કે. ઉપાધ્યાય, જીજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દિપક તિવારી, એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, નાયબ વન સંરક્ષક રાધિકા પરસાણા વગેરે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં પોલીસ કર્મીઓ માટે આઇસોલેશન રૂમ બનાવાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.