મહત્વનું છે કે, ઝોમેટોના ડિલિવરી બોયસ્ સાથે કરેલા લેખિતમાં દસ્તાવેજમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઝોમેટો ડિલિવરી કોઈને અઠવાડિયામાં 2500 કંપની દ્વારા ચૂકવવામાં આવશે. જો કે બાદમાં ઝોમેટો કંપની દ્વારા આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો અને ઝોમેટોના ડીલેવરી બોયને પૈસા ન આપતા હોવાનું પણ આક્ષેપો થઈ રહ્યા છે. જેના કારણે ઝોમેટોના ડીલીવરી બોયસ્ દ્વારા સુત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ સાથે જ ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે, જો તેમની માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. જામનગરમાં 200 જેટલા ડિલિવરી બોય દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજ્યવ્યાપી આંદોલન પણ કરવામાં આવશે.