જામનગર: ઓનલાઇન EBSBની થીમ ‘યુવા શક્તિ સે આત્મનિર્ભર ભારત કા નિર્માણ’ રાખવામાં આવી છે. જેમાં અલગ અલગ પ્રકારની તાલીમ સમાવી લેવામાં આવી છે. આ શિબિરના મુખ્ય હેતુ કેડેટ્સમાં નેતૃત્ત્વ કળાનો વિકાસ, જ્ઞાનના પાયામાં વૃદ્ધિ, જાહેરમાં બોલવાના સામર્થ્યમાં વૃદ્ધિ, પારસ્પરિક વાર્તાલાપ દ્વારા સાથીદારો પાસેથી કંઇક નવું શીખવું, ટીમની ભાવના જગાવીને તેમજ એકબીજામાં ગૌરવ અને વફાદારીની લાગણી જગાવવી, વ્યવહારની આવડતમાં સુધારો લાવવો, પોતાના રાજ્ય અને સહભાગી રાજ્યોની સંસ્કૃતિને સમજવી વગેરે છે.
ઓનલાઇન EBSB શિબિરનું આયોજન ગુજરાત, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ NCC નિર્દેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ રોય જોસેફના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે અને વલ્લભ વિદ્યાનગર NCC ગ્રૂપ હેડક્વાર્ટરના ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિઅર આર.કે. ગાયકવાડના નેતૃત્ત્વ હેઠળ ટીમ દ્વારા તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
NCC દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું - camp was organized by NCC
NCC ગુજરાત નિર્દેશાલય દ્વારા 10 ઓગસ્ટ 2020થી છ દિવસ માટે ઓનલાઇન 'એક ભારત શ્રેષ્ઠ ભારત’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ગુજરાતમાંથી 200 વરિષ્ઠ NCC કેડેટ્સને આ શિબિર માટે પસંદ કરવામાં આવ્યા છે. રાજ્યોની જોડી વચ્ચે રાષ્ટ્રીય એકીકૃતતા માટે NCC દ્વારા EBSB અથવા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરના આયોજનનો મૂળ ઉદ્દેશ NCCના સહભાગી કેડેટ્સમાં એકતા અને રાષ્ટ્રવાદની ભાવના જગાવવાનો અને જોડી રાજ્ય એટલે કે ગુજરાત, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેડેટ્સમાં એક પરિવારની લાગણી ઉભી કરવાનો છે.