જામનગરઃ આંતરરાષ્ટ્રીય કક્ષાની અને વિશ્વમાં 35થી વધુ દેશોમાં કાર્યરત યુનાઇટેડ કેનલ કલબ દ્વારા જામનગરમાં આવેલી વસંત પરિવારની વાડી ખાતે ગુજરાતનો પ્રથમ ડોગ શો યોજાયો હતો. આ ડોગ શો અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્ટીફીકેટ તથા ચીફ આપવામાં આવી હતી, તેમજ 45થી વધારે પ્રજાતિના ડોગે ભાગ લીધો હતો.
જર્મન શેફર્ડ, લેબ્રા ડોર, બુલડોગ, ગ્રેટ ડેન, સેન બર્નાડ જેવી પ્રજાતિના રંગ બેરંગી શ્વાન જોવા જામનગરની જનતા ઉમટી પડી હતી. શ્વાન પ્રેમી જનતામાં જાગૃતતા આવે તે માટે આ ડોગ શો યોજવામાં આવ્યો હતો. ડોગ શોની સાથે સાથે વેક્સિકન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમા જાન્યુઆરી, 2021સુધીમાં 300 જેટલા શેરી-સોસાયટીના ડોગને વેક્સિકન કરવાનું લક્ષ્ય હાથ ધરવામાં આવશે, ઉપરાંત ડોગ માટે હેલ્થ પ્રોડક્ટના સ્ટોલ તેમજ સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યું હતું.