જામનગરમાં 500થી વધુ પોલિયો બુથ પર 1200થી વધુ આરોગ્ય વિભાગ, આંગળવાડી અને એન.જી.ઓ. દ્વારા સઘન પ્લસ પોલિયો ઝુંબેશ હેઠળ શહેરમાં 72,305 અને જિલ્લામાં 83,392 બાળકો મળી કુલ 1,55,697 બાળકોને પોલિયોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મેયર હસમુખ જેઠવા, ચેરમેન સુભાસ જોષી, સાશક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી સહિતના આગેવાનોએ બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા.