જામનગર : જામનગર જિલ્લા જેલમાંથી આજ રોજ વધુ ત્રણ મોબાઇલ મળી આવ્યા છે. છેલ્લા આઠ દિવસમાં જામનગર જિલ્લા જેલમાંથી સાત મોબાઇલ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની ટીમ દ્વારા જામનગર જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ત્રણ મોબાઇલ મળી આવ્યા હતા. જિલ્લા જેલ અધિક્ષકએ ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જિલ્લા જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત
આઠ દિવસ પહેલા પણ જામનગર જિલ્લા જેલમાં જેલ સ્ટાફ દ્વારા (Jamnagar Jail Staff Checking) કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન બેરેક નંબર 4 અને 5 માંથી 4 મોબાઇલ મળી આવ્યા હતા. જોકે આ ચાર શખ્સો સામે જેલ અધિક્ષકએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ Vadodara Central Jail: વડોદરા સેન્ટ્રલ જેલની સુરક્ષા સામે સવાલ, આરોપીઓના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ
ત્રણ શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
તો બીજી તરફ અમદાવાદની ટીમ દ્વારા જેલમાં ચેકિંગ (Checking in Jamnagar Jail) કરવામાં આવતા જુદી-જુદી ત્રણ બેરેકમાંથી 3 મોબાઇલ (Mobile Found In Jamnagar Jail) મળી આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે જિલ્લા જેલમાં મોબાઈલ કેવી રીતે લઈ જવામાં આવે છે ?, કેદીઓ કેટલા સમયથી મોબાઈલનો ઉપયોગ કરે છે ?. કોલ ડીટેલના આધારે કેદીઓ તેમજ તેમાંથી કરેલા ફોન પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે તેવું જેલ અધિક્ષક જણાવ્યું હતું. પરંતુ વારંવાર આવા કેસો સામે આવતા પ્રશ્ન થાય છે કે જેલ છે કેે મોબાઈલ શોપ છે.
આ પણ વાંચોઃ Mobile Found In Jamnagar Jail : જામનગર જિલ્લા જેલમાંથી મોબાઇલો મળ્યાં, જાણો ક્યાંથી અને કોની પાસેથી મળ્યાં