- લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે તનતોડ મહેનત
- બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન દ્વારા ખાસ મિશન 'ખાખી 2021' શરુ કરવામાં આવ્યું
- આર્થીક સ્થિતિ સારી ન હોવા તેવાં યુવક-યુવતીઓ માટે મદદનો હાથ લંબાવ્યો
જામનગર: લોકરક્ષક દળની પરીક્ષા(Recruitment of Lokarakshak Dal) માટે બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન(Bauddhisatv Foundation) દ્વારા ખાસ મિશન 'ખાખી 2021(''Mission Khakhi 2021') શરુ કરવામાં આવ્યું છે. જેમાં લેખિત, ફિઝિકલ ટ્રેનિંગ(Physical training)ની તૈયારીઓ કરાવવામાં આવી રહી છે. હાલ આ કલાસમાં 70 જેટલી ગરીબ ઘરની દીકરીઓ તાલીમ મેળવી(Started free of cost classes for the daughters of poor families) રહી છે. જ્યાં સુધી પરીક્ષા ન આવે ત્યાં સુધી રહેવા, જમવા તેમજ લાઈબ્રેરી વગેરે જેવી જરૂરી સુવિધાઓ એક પણ રૂપિયો લીધા વગર પુરી પાડવામાં આવી રહી છે.
યુવાનોના સપના થશે સાકાર
ઘણા એવા પરિવારના યુવક-યુવતીઓ છે જેઓને ખાખી પહેરવાનું સપનું હોઈ છે પરંતુ યોગ્ય સગવડતા અને પ્રેરણાને અભાવે તેઓ સફળતા મેળવી સકતા નથી ત્યારે બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ આગળ આવી અને આર્થીક સ્થિતિ સારી ન હોવા તેવાં યુવક-યુવતીઓ માટે મદદનો હાથ લંબાવી સપનાઓ સાકાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
આ પણ વાંચો : મિશન ખાખી હેઠળ ગુજરાત પોલીસદળમાં ભરતીની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન અપાયું
આ પણ વાંચો : પોલીસ ભરતી પરીક્ષાના નિયમોમાં બદલાવ કરવા આપ્યું આવેદનપત્ર