જામનગરમાં આજ મહાનગરપાલિકાના મેયર મીનાબેન કોઠારીએ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની (Guru Gobind Singh Hospital) મુલાકાત લીધી હતી. અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર (Municipal Health System) સંભવિત કોરોનાના ખતરાને લઈને એલર્ટ મોડમાં આવી ગયું છે. અને આરોગ્ય તંત્રના તમામ સ્ટાફને સતર્ક બનાવી દેવાયો છે.
જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી (Jamnagar Municipality) તેમજ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી (Municipal Health Officer) ડો. સુભાષ પ્રજાપતિ, કે જેઓએ આજે સવારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી, અને કોરોના સંદર્ભે જી.જી.હોસ્પિટલના ડીન ડો. નંદીની દેસાઈ, સ્પ્રેન્ટેન્ડન્ટ ડો. તિવારી તેમજ અન્ય તબીબોની ટીમ સાથે સમીક્ષા કરી હતી.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બાળકોની ઓપીડી, મહિલા વિભાગની ઓપેડી તથા અન્ય જુદા જુદા વિભાગોમાં સારવાર મેળવવા માટે આવનારા દર્દીઓની મુલાકાત લઈ તેઓને સત્વરે સારવાર મળે તે અંગે હોસ્પિટલના તંત્રને તાકીદ કરી હતી. સાથો સાથ કોવિડ વિભાગની તૈયારીઓ વિશેની પણ જાણકારી મેળવી હતી. જોકે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ નું તંત્ર કોરોનાને લઈને પહેલાથી જ એલર્ટ મોડમાં આવી ગયું છે, અને ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ બાબતે સતર્કતા દાખવવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના મેયર મીનાબેન કોઠારી સાથે દિન અને નોડલ ઓફિસર પણ જોડાયા હતા.