જામનગર : શહેરમાં LRD મહિલા ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરમાં આવેદનપત્ર પાઠવી ફરજ પર તૈનાત કરવાની માંગ કરી છે. મહત્વનું છે કે, અગાઉ LRD મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન પણ કરેલા હતા. જોકે, રાજ્ય સરકારે ૩ અઠવાડિયાનો LRD મહિલા ઉમેદવારોને સમય આપ્યો હતો.
- LRD મહિલા ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
- LRD મહિલાઓએ તાત્કાલિક નિયુક્તિની કરી માંગ
- નિયુક્તિ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન
દોઢ મહિનો થયો હોવા છતાં પણ LRD ઉમેદવારોની નિયુક્તિ કરવામાં ન આવતા ફરી LRD ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે 150 જેટલી LRD મહિલા ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક નિયુક્તિ કરવાની માંગ કરી હતી.