ETV Bharat / state

જી.જી.હોસ્પિટલના તબીબોને ધમકી આપી પૈસા પડાવતા શખ્સો સામે લેવાશે કાયદેસરના પગલા - jamnagar police

જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર માટે આવતા કોવિડના દર્દીઓ પાસે પૈસા પડાવી તબીબો પર દબાણ કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જી.જી.હોસ્પિટલના તબીબોને ધમકી આપી પૈસા પડાવતા શખ્સ સામે લેવાશે કાયદેસરના પગલા

author img

By

Published : Apr 24, 2021, 6:29 PM IST

  • દર્દીઓ પાસેથી પૈસા પડાવી તબીબોને ધમકાવવાની ઘટનાઓ
  • સગાઓ બની રોફ જમાવતા શખ્સો સામે પોલીસ દ્વારા કડક પગલા લેવાશે : કલેક્ટર દ્વારા ચેતવણી
  • અમુક લે ભાગુ તત્ત્વો દર્દીઓના સગાઓને લૂંટી રહ્યા છે

જામનગરઃ કોરોના મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને આ મહામારીમાં પોઝિટિવ દર્દીઓ સારવાર માટે અહીંની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવતા હોય છે. હાલમાં આ મહામારીના કારણે સરકારી હોસ્પિટલમાં કોવિડના એકપણ બેડની જગ્યા ખાલી નથી. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં અમૂક શખ્સો લાચાર દર્દીના સગાવ્હાલા પાસેથી પૈસા પડાવીને જી.જી.હોસ્પિટલના તબીબ પર દબાણ કરવાની ઘટનાઓ બની રહી છે. જે અત્યંત શરમજનક બાબત છે, આવી ઘટનાઓ કલેક્ટરના ધ્યાનમાં આવી છે.

જી.જી.હોસ્પિટલના તબીબોને ધમકી આપી પૈસા પડાવતા શખ્સ સામે લેવાશે કાયદેસરના પગલા
જી.જી.હોસ્પિટલના તબીબોને ધમકી આપી પૈસા પડાવતા શખ્સ સામે લેવાશે કાયદેસરના પગલા

આ પણ વાંચોઃ પૈસા છે તો થઇ જશે વ્યવસ્થા! રાજકોટમાં દર્દીઓને રૂપિયા 9 હજારમાં બેડ આપવાનો વીડિયો વાયરલ

કલેક્ટર દ્વારા પોલીસને અપાયો આદેશ

આ ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને કલેક્ટર રવિશંકર દ્વારા આવા શખ્સોને ચેતવણી આપવામાં આવી છે અને જો કોઇ વ્યકિત કે જે દર્દીના સગા ન હોય કે દર્દી સાથે કોઇ સબંધ ન હોય તેવા વ્યકિતઓ પર પોલીસ દ્વારા કાયદાકીય કડક પગલા લેવામાં આવશે, તેમ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.