નવા શૈક્ષણિક સત્રમાં પુસ્તકોમાં વધારાની વાલીઓને મોંઘવારીનો સામનો કરવો પડશે. ધોરણ-12 સાયન્સ અંગ્રેજી માધ્યમ આ પુસ્તકોના ભાવમાં 300 ટકા સુધી વધી ગયા છે. જ્યારે ધોરણ 10 ગુજરાતી અંગ્રેજી માધ્યમમાં ગણિત અને વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકોમાં 50 ટકા સુધીનો વધારો થયો છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તમામ ભાવ રજૂ કરવામાં આવ્યા છે. હજી તો આ પુસ્તકો બજારમાં પહોંચ્યા નથી, ત્યાં નવા પુસ્તકોના ભાવ સામે આવ્યા છે.
ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાનના કુલ ભાવ રૂ. 939 છે, જ્યારે ધોરણ-9ના નવા પુસ્તકો આવ્યા છે તેની કિંમત પણ વધારે છે. જેમાં હાલ ચાલતા પાઠ્યપુસ્તકની કિંમત 112 રુ. છે. તેની નવી કિંમત રૂપિયા 270ની આસપાસ છે. જ્યારે વાણિજ્ય, નામાના મૂળ તત્વોની અત્યારે ચાલતા પુસ્તકની કિંમત રૂપિયા 53 છે, તેની કિંમત વધારીને 143 રુ. ચૂકવવી પડશે.