- 45 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત જયેશ પટેલ ઝડપાયો
- ક્રાઈમ બ્રાન્ચના DCP દીપેન ભદ્રને જામનગરના SP તરીકે નિયુક્ત કરાયા
- જયેશ પટેલની વધતી ગતિવિધિઓ મુદ્દે સાંસદ પરિમલ નથવાણીએ પણ ચિંતા વ્યક્ત કરી
જામનગરઃ હાલાર પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી કુખ્યાત ભૂમાફિયા તરીકે પ્રખ્યાત થયેલો જયેશ પટેલ ઘણા સમયથી વિદેશમાં રહી જામનગરમાં ખંડણી ઉઘરાવી જમીનો પચાવી પાડવી અને ફાયરિંગ કરાવી અનેક લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. જયેશ પટેલની દિવસે દિવસે વધતી ગતિવિધિઓ મુદ્દે રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી અને બાદમાં રાજ્ય સરકારે ક્રાઈમ બ્રાન્ચના DCP દીપેન ભદ્રન જામનગરના SP તરીકે નિયુક્ત કર્યા હતા.
SP દીપેન ભદ્રેનની 8 મહિનાની મહેનત રંગ લાવી
કુમાર જયેશ પટેલ છેલ્લા ઘણા સમયથી દુબઈ આફ્રિકા અને લંડનમાં જુદા-જુદા સ્થાને રહેતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જોકે પોલીસ જયેશ પટેલ સુધી પહોંચે ત્યાં તો જયેશ પટેલ પલાઈન થઈ જતો હતો. આખરે લંડન પોલીસની મદદથી ભૂમાફિયા જયેશ પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજરોજ જયેશ પટેલને લંડનની કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ ભારત સરકારની સોંપવામાં આવશે.
લંડન પોલીસે જયેશ પટેલને ઝડપી પાડ્યો
ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ જામનગર પોલીસમાં 45થી વધુ ગુના નોંધાયા છે. એડવોકેટ કિરીટ જોશીની હત્યા પણ ભૂમાફિયા જયેશ પટેલે કરાવી જોકે ભૂમાફિયા જયેશ પટેલને અત્યાર સુધી રાજકારણીઓનો ટેકો મળતો હોવાના કારણે પોતાના નાપાક મનસૂબા પાર પાડતો હતો. લંડનમાં ભૂમાફિયા જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે જામનગર પોલીસે એડવોકેટ કિરીટ જોશીની હત્યામાં સંડોવાયેલા 3 આરોપીની કલકત્તાથી ધરપકડ કરી છે.
જયેશ પટેલના અન્ય 3 સાગરીત પણ ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચના જાબાજ અધિકારી દીપેન ભદ્રનની 8 મહિના પહેલા જામનગરમાં SP તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. જોકે SP દીપેન ભદ્રનએ ભૂમાફિયા જયેશ પટેલના અનેક સાગરીતોને અત્યાર સુધીમાં જેલ હવાલે કર્યા છે અને સતત ભૂમાફિયા જયેશ પટેલને ઝડપી પાડવા માટેના તમામ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. બ્રિટન પોલીસે લંડનમાં છૂપાયેલા ભૂમાફિયા જયેશ પટેલને શોધી કાઢ્યો છે.