જામનગરઃ શહેરના હૃદય સમાન લાખોટા તળાવમાં શનિવારે પડેલા ભારે વરસાદને કારણે નવા નીરની આવક શરૂ થઇ છે. આમ તો દર વર્ષે લાખોટા તળાવમાં નવા નીરની આવક શરૂ થતા શહેરીજનો તેનો આનંદ લેવા મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. જોકે આ વર્ષે કોરોના મહામારી હોવાના કારણે લાખોટા તળાવ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે શહેરીજનો તળાવમાં નવા નીરનો નજારો જોવા જઈ શકતા નથી.
જામનગર જિલ્લામાં શનિવારે છૂટાછવાયા ઝાપટા પડ્યા હતાં. જો કે, મોડી રાત્રે મુશળધાર વરસાદ પડતા મોટાભાગની નદીઓમાં નવા નીરની આવક શરૂ થઇ છે, તો તળાવમાં પણ નવા નીર આવી રહ્યા છે.