જામનગર શહેર મહાનગરપાલિકાની જોઈન્ટ એન્ફોર્સમેન્ટની 6 ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. પ્રતિબંધિત અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધની સાથે દબાણ,ટ્રાફિક,જાહેર શોચક્રીયા સહિતના ન્યુસન્સ ને દૂર કરવા જામ્યુંકો દ્વારા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે.
આ ટીમમાં TPO શાખાના 3,એસ્ટેટ શાખાના 3,પોલીસ જવાન 6 અને સોલિડ વેસ્ટના 6 કર્મચારીઓ પ્લાસ્ટિક સેલ મેનેજમેન્ટ વિભાગના 3 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.ખાસ કરીને જાહેરમાં જ્યાં ત્યાં ગંદકી કરતા શખ્સો અને શોચક્રીયા કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.